શેરબજારમાં રોકાણ-ઈન્વેસ્ટરોની સંખ્યામાં ગુજરાતનો ડંકો

શેરબજારમાં રોકાણ-ઈન્વેસ્ટરોની સંખ્યામાં ગુજરાતનો ડંકો
HINDUSTAN

(બ્યુરો)          અમદાવાદ તા.૨૬
શેરબજારમાં ઈન્વેસ્ટરોની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થતા જ રહ્યો છે. ટર્નઓવરમાં તેજી-મંદી આધારિત વધઘટ જોવા મળે છે ત્યારે એવો મહત્વનો રિપોર્ટ જારી થયો છે કે શેરબજારના કુલ ટર્નઓવરમાંથી ૪૧ ટકા માત્ર ૧૦ જીલ્લામાંથી જ થાય છે અને તેમાં ગુજરાતના અમદાવાદ તથા સુરત એમ બે જીલ્લાનો સમાવેશ થાય છે.
નેશનલ સ્ટોક એકસચેંજના રિપોર્ટ મુજબ ઓગષ્ટ મહિનામાં એકટીવ ઈન્વેસ્ટરો ધરાવતા ટોપ-૧૦ જીલ્લામાં ગુજરાતના ત્રણ જીલ્લા સામેલ હતા. ઓગષ્ટમાં અમદાવાદ જીલ્લો ત્રીજા સ્થાને હતા અને ૩.૫ લાખ એકટીવ ઈન્વેસ્ટરો નોંધાયા હતા. ૨.૬ લાખ એકટીવ ઈન્વેસ્ટરો સાથે સુરત છઠ્ઠા અને ૧.૪ લાખ ઈન્વેસ્ટરો સાથે રાજકોટ ૯મા સ્થાને હતું. મહિનામાં ઓછામાં ઓછુ એક વખત ટ્રેડીંગ કરનારને એકટીવ ઈન્વેસ્ટર ગણવામાં આવે છે. વ્યક્તિગત ટર્નઓવરની કેટેગરીમાં મુંબઈ અને દિલ્હી મોખરે છે અને અનુક્રમે ૧.૪ લાખ કરોડ તથા ૧.૧ લાખ કરોડનુ ટર્નઓવર કર્યુ હતુ. કુલ ટર્નઓવરમાંથી ૨૨ ટકા આ બે મહાનગરોનુ જ હતુ.