ભારતની ઉંચી ઉડાન : આજથી એઆઈ ઈમ્પેકટ સમિટ

નવી દિલ્હીમાં ૧૬ થી ર૦ ફેબ્રુઆરી દરમ્યાન યોજાનારી એઆઈ સમિટમાં ૭ દેશોના રાષ્ટ્રપતિ, બે દેશોના ઉપરાષ્ટ્રપતિ, ૯ દેશોના  વડાપ્રધાનો ઉપસ્થિસ્ત રહેશે : ૧૦૦ અબજ ડોલરના રોકાણ પ્રસ્તાવો અને રપ લાખ મુલાકાતીઓ આવવાની અપેક્ષા

ભારતની ઉંચી ઉડાન : આજથી એઆઈ ઈમ્પેકટ સમિટ

(એજન્સી)      નવી દિલ્હી,તા.૧૬:
આજથી ભારતમાં છૈં ઇમ્પેક્ટ સમિટ શરૂ થઈ રહી છે, જેમાં વિશ્વભરના ઉદ્યોગ અને રાજકીય નેતાઓ ભાગ લેવા આવી રહ્યા છે. આટિર્ફિશિયલ ઇન્ટેલિજન્સના વિકાસમાં અમેરિકા અને ચીન જેવા દેશોથી પાછળ રહ્યા પછી, ભારત હવે આ અંતરને ઝડપથી ભરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આંધ્ર પ્રદેશ સરકાર એક વિશાળ ડેટા સિટી ની યોજના બનાવવામાં વ્યસ્ત છે, જેનો હેતુ દેશના ડિજિટલ વિકાસને વેગ આપવાનો છે. આંધ્ર પ્રદેશના ૈં્ મંત્રી નારા લોકેશ આ પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહ્યા છે. લોકેશના મતે, છૈં ક્રાંતિ અહીં છે, તેમાં કોઈ શંકા નથી. તેમણે કહ્યું કે આંધ્ર પ્રદેશ સરકાર વિશાખાપટ્ટનમને ભારતની છૈં વ્યૂહરચનાનો મુખ્ય આધાર બનાવી રહી છે.
ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટને એક ઐતિહાસિક ઘટના માનવામાં આવી રહી છે. આજે તા.૧૬ થી ૨૦ ફેબ્રુઆરી દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓપનએઆઈના સેમ ઓલ્ટમેન અને માઇક્રોસોફટ, એમેઝોન અને અન્ય ઘણી મોટી કંપનીઓના વડાઓ સહિત ૩૫ થી ૪૦ વૈશ્વિક સીઈઓ સાથે મુલાકાત કરશે. સૂત્રો સૂચવે છે કે આ બેઠક ફક્ત ઔપચારિક નહીં હોય, પરંતુ ભારતમાં એઆઈ રોકાણ, રોજગાર સર્જન અને ટેકનોલોજી સહયોગ પર નક્કર ચર્ચા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે. સરકારને આશા છે કે ૧૬ થી ૨૦ ફેબ્રુઆરી દરમિયાન ચાલનારા આ 
સમિટ દરમિયાન આશરે 
૧૦૦ અબજ ડોલરના રોકાણ પ્રસ્તાવો બહાર આવી શકે છે.
આ કાર્યક્રમની ભવ્યતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે ૭ દેશોના રાષ્ટ્રપતિઓ, બે દેશોના ઉપરાષ્ટ્રપતિઓ અને ૯ દેશોના વડા પ્રધાનો હાજરી 
આપી રહ્યા છે. વધુમાં, વિશ્વની અગ્રણી ટેક કંપનીઓના સીઈઓ અને ૨૦૦,૦૦૦ થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ ભાગ લેશે. વડા પ્રધાન કાર્યાલયઅનુસાર, પાંચ દિવસના કાર્યક્રમ દરમિયાન ૨૫ લાખથી વધુ મુલાકાતીઓ આવવાની અપેક્ષા છે.