ગુજરાતના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાકાંડના મુખ્ય આરોપી હર્ષીત જૈનની ધરપકડ : દુબઈ ભાગી ગયો હતો
અમદાવાદ તા.૦પ
ગુજરાત પોલીસની સૌથી મજબૂત ગણાતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોટું ઓપરરેશન પાર પાડ્યું છે. પોલીસે રૂા.૨૨૦૦ કરોડથી વધુના માધુપુરા ક્રિકેટસટ્ટાકાંડના મુખ્ય સૂત્રધાર ર્હષિત જૈનને દુબઈથી ઝડપી લીધો છે. સ્ટેટ મોનિટરિંગ સેલના ડ્ઢૈંય્ નિલિર્પ્ત રાય અને તેમની ટીમે આ મિશન પાર પાડ્યું હતું. ર્હષિત જૈન સામે લુકઆઉટ સક્ર્યુલર અને રેડ કોર્નર નોટિસ પણ કાઢવામાં આવી હતી. દુબઈ પોલીસે ર્હષિતને લોકેટ કરી લીધો હતો અને પછી સ્ટેટ મોનિટરિંગ સેલ સાથે સંકલન કરીને તેને ડિપોર્ટ કર્યો હતો.
માધુપુરાકેસમાં ર્હષિત જૈન પકડાયા બાદ પોલીસ હવે સૌરભ અને અમિત મજેઠિયા સુધી પહોંચશે. આ સહિત અન્ય બુકીઓ પણ સકંજામાં આવશે. વિદેશ ગયેલા બુકીઓ હવે એસએમસી ટૂંક સમયમાં સકંજો મજબૂત કરશે માધવપુરા પોલીસ સ્ટેશનમાં જે બુકીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો તે બુકીઓ વગદાર છે અને કરોડોનો આસામી છે. તેઓ વિદેશમાં વસે છે અને પોતાનો ધંધો કાયદેસર હોવાની વાતો સ્પષ્ટ જણાવી રહ્યા છે. આ કેસમાં જે બુકીઓનાં નામ ખૂલ્યાં હતાં તે બુકીઓ ૈંઁજી અધિકારીઓ અને રાજકીય ઘરોબો ધરાવે છે. આમ, બુકીઓના રાજકીય દબાણથી તપાસ ઓછી થઈ હોવાનું મનાય છે.


