ઓનલાઈન ફ્રોડમાં દર કલાકે ગુજરાતીઓ રૂા.૬ લાખ ગુમાવે છે
(બ્યુરો) અમદાવાદ, તા.૨૯:
ગુજરાતમાં સાઇબર ઠગો બેફામ બની રહયા છે અને નિર્દોષ લોકોને પોતાની જાળમાં ફસાવી લુંટી રહયાં છે. એક સમયે, છેતરપિંડી કરનારાઓને છુપાયેલા દસ્તાવેજો અને નકલી ઓળખપત્રોની જરૂર હતી. હવે તેમને ફક્ત તમારા ફોન નંબરની જરૂર છે. દર કલાકે એક ગુજરાતી ફક્ત ઇન્વેસ્ટમેન્ટ છેતરપિંડીમાં સરેરાશ ૬.૦૬ લાખ રૂપિયા ગુમાવે છે તેમ ઝ્રૈંડ્ઢ ક્રાઈમના ડેટા દર્શાવે છે. જાન્યુઆરી અને સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ગુનેગારોએ ઓનલાઈન છેતરપિંડીની પાંચ મુખ્ય શ્રેણીઓ દ્વારા ગુજરાતમાંથી ૬૭૮.૭૧ કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી. ઓનલાઈન રોકાણ કરનારા નિવૃત્ત કર્મચારીઓથી લઈને નકલી કોલનો શિકાર બનેલા વ્યાવસાયિકો સુધીના પીડિતો કહે છે કે એક ભૂલ જીવનભરની બચત બગાડી શકે છે. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ જણાવે છે.


