અમદાવાદ-વડોદરાની રપથી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ

અમદાવાદ-વડોદરાની રપથી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ

અમદાવાદ/વડોદરા તા.૧૬
આજે સવારે ગુજરાતની ૩૨ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેનાં વડોદરાની ૧૭ અને અમદાવાદની ૧૫ સ્કૂલને બોમ્બની ધમકી ભર્યો મેલ મળ્યો છે. મેઈલમાં મોદી-શાહને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. ઈ-મેઈલમાં લખ્યું-ગુજરાત ખાલિસ્તાન બનશે, હિન્દુસ્તાનનાં ટુકડા થશે. બોમ્બની ધમકી મળતા જ તમામ સ્કૂલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને વાલીઓમાં પણ દોડધામ મચી ગઈ હતી.
સ્કૂલોમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. તાત્કાલિક ફાયર અને પોલીસની ટીમ સ્કૂલો પર પહોંચી ગઈ છે. હાલ સ્કૂલોને ખાલી કરી વાહનો અને સ્કૂલ કેમ્પસમાં તપાસ કરવામાં આવી રહી છે. સાવચેતીના ભાગરૂપે વડોદરાની ઉમિર્ સ્કૂલની હોસ્ટેલ પણ ખાલી કરાવી દેવામાં આવી હતી. અન્ય સ્કૂલોને પણ ધમકી મળ્યાં આશંકા છે.
અમદાવાદની શાળાઓને મળેલી ધમકીઓ અંગે ડ્ઢઈર્ં રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી ૧૫થી વધુ શાળાઓને ધમકીભર્યા ઇ-મેઇલ મળ્યા છે, પરંતુ બાળકો અને વાલીઓએ ચિંતા કરવાની જરૂર નથી. પોલીસ પ્રશાસન સાથે સંકલન સાધીને તમામ શાળાઓમાં ઝીણવટભરી તપાસ કરી લેવામાં આવી છે.
વધુમાં તેને કહ્યું કે, આગામી બોર્ડની પરીક્ષા દરમિયાન પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે અને જો ભવિષ્યમાં પણ આવા ઇમેઇલ મળે, તો પરીક્ષાની કામગીરી પર તેની કોઈ નકારાત્મક અસર ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.