સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા આવતીકાલે તા.30 જુલાઈના રોજ જૂનાગઢના પ્રવાસે

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા આવતીકાલે તા.30 જુલાઈના રોજ જૂનાગઢના પ્રવાસે

જૂનાગઢ તા.29
સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણના મંત્રી ડો. પ્રદ્યુમન વાજા આવતીકાલે તા.30 જુલાઈના રોજ જૂનાગઢના પ્રવાસે પધારનાર છે.
મંત્રી તા.30 જુલાઇના રોજ સવારે 10 કલાકે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આયોજિત અભિવાદન અને સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જયારે 10 કલાકે જૂનાગઢ કલેક્ટર કચેરીની સામે, શશીકુંજ પ્રાદેશિક તાલીમ કેન્દ્ર ખાતે યોજાનાર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના નવનિયુક્ત પદાઅકારીઓ અને સદસ્ય માટે જિલ્લા કક્ષાએ યોજાનાર  ક્ષમતા નિર્માણ કાર્યક્રમ તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.