પી એમ શ્રી પ્રાથમિક કુમાર શાળા-1 ઉનાનાં શિક્ષીકા જ્યોત્સનાબેન ‘જાેષી’નું પ્રતિષ્ઠિત ગુરૂ ગૌરવ એવોર્ડથી સન્માન કરાયું
જૂનાગઢ, તા.29
પોરબંદર સાંદિપની આશ્રમ ખાતે ‘ગુરૂ ગૌરવ એવોર્ડ‘ વિજેતા શ્રેષ્ઠ સારસ્વતોના સન્માનનો એક કાર્યક્રમ યોજાયો હતો. ઉના જી. ગીર સોમનાથ જિલ્લાનાં ઉનાતાલુકાનીપી એમ શ્રી પ્રાથમિક કુમારશાળા-1 ખાતે ઉપ શિક્ષિકા તરીકે ફરજ બજાવતા જ્યોત્સ્નાબેન નાથાભાઈ પટોળિયા "જાેસી"ને રાજ્યસ્તરીય પ્રતિષ્ઠિત "ગુરૂ ગૌરવ એવોર્ડ": શિક્ષણ અને સમાજ સેવા ક્ષેત્રે અનોખી સિદ્ધિની ભેટ રૂપે વર્ષ 2026નાં પ્રતિષ્ઠિત ગુરુ ગૌરવ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ શ્રી ભારતીય સંસ્કૃતિ સંવર્ધક ટ્રસ્ટ સંચાલિત સાંદીપનિ વિદ્યાનિકેતન, પોરબંદર દ્વારા શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર અને પ્રેરણાદાયી કામગીરી કરનાર શિક્ષકોને એનાયત કરવામાં આવે છે. ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી વર્ષ 2010થી યોજાતા આ એવોર્ડ દ્વારા ગુજરાતના દરેક જિલ્લામાંથી એક શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી કરવામાં આવે છે. આ વર્ષે ગીર સોમનાથ જિલ્લામાં જ્યોત્સ્નાબેન નાથાભાઈ પટોળિયા "જાેસી"ની પસંદગી થતાં સમગ્ર સોરઠ પ્રદેશનાં શિક્ષણ જગતમાં જિલ્લામાં આનંદની લાગણી વ્યાપી છે.આ ગૌરવશાળી પ્રસંગે ટેક્નિકલ અને ઉચ્ચ શિક્ષણમંત્રી ત્રિકમભાઈછાંગા સાહેબ,પદ્મશ્રી ડો. અનિલ ગુપ્તા, પદ્મશ્રી ડો. રતિલાલબોરીસાગર, ડો. વિજય સેવક (નાટ્યકાર), ડો. વિક્રમભાઇ પટેલ મુનિ સેવાશ્રમ (ગોરજ), ટી. એસ. જાેષી (વાઇસ ચાન્સેલર, ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર), સી. ટી. ટુંડીયા (પ્રાચાર્ય, સુરેન્દ્રનગર ડાયટ) અને ગિજુભાઈ ભરાડ (શિક્ષણવિદ) જેવા ખ્યાતનામ મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં એવોર્ડ સન્માન સમારોહ યોજાયો હતો.


