વિશ્વના સ્માર્ટ શહેરોની વૈશ્વિક રેન્કિંગમાં ભારતના 3 મેટ્રો સીટીનો સમાવેશ
હૈદરાબાદ,તા.29
વિશ્વના સ્માર્ટ શહેરોની યાદી બહાર પાડવામાં આવી છે. આ નવી વૈશ્વિક યાદીમાં, બ્રિટનની રાજધાની લંડનને વિશ્વના સૌથી બુદ્ધિશાળી શહેર તરીકે પસંદ કરવામાં આવ્યું છે. લંડન પછી, દુબઈ, ન્યુયોર્ક, વોશિગ્ટન ડીસી અને એમ્સ્ટરડેમ વિશ્વના ટોચના પાંચ શહેરોમાં સામેલ છે. આ બધા શહેરોએ તેમના નાગરિકોની સુવિધા માટે ડિજિટલ ટેકનોલોજીને ઊંડાણપૂર્વક અપનાવી છે. આ યાદીમાં ભારતના ત્રણ સૌથી અગ્રણી શહેરોને આ વૈશ્વિક યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે, જે દેશ માટે ખૂબ જ સકારાત્મક સંકેત છે. ભારતીય શહેરોમાં, રાજધાની દિલ્હી યાદીમાં ટોચ પર છે. દિલ્હીએ 100માંથી 59 ગુણ મેળવ્યા છે. ભારતની આર્થિક રાજધાની, મુંબઈ, 57 પોઈન્ટ સાથે 51માં ક્રમે છે.


