શિયાળો હજુ પુરો થયો નથી ત્યાં હીટવેવની ચેતવણી જારી કરાઈ
(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
ભારતમાંથી શિયાળાની વિદાયના દિવસો હોય તેમ ઠંડી ગાયબ થઇ ગયાનો માહોલ સર્જાયો છે. તેવા સમયે હીટવેવ જેવી સ્થિતિનું નિર્માણ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના રિપોર્ટમાં એમ કહેવાયું છે કે ઉત્તર ભારતથી માંડીને દેશભરમાં સુકુ હવામાન સર્જાયું છે અને કોઇ અસ્થિરતા પણ નથી. ઉત્તર અને મધ્ય ભારત પર થોડા વાદળો સર્જાયા હતા તે પણ નબળા પડી ગયા છે. આવતા ત્રણ દિવસ હવામાનમાં કોઇ મોટો બદલાવ થવાની સંભાવના નથી. આગામી સોમવારે નવું વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉભું થઇ શકે છે.


