બાંગ્લાદેશે શેખ હસીનાને સોંપી દેવા માંગ કરી

બાંગ્લાદેશે શેખ હસીનાને સોંપી દેવા માંગ કરી

(એજન્સી)              ઢાકા તા.૧૪
બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીમાં તારિક રહેમાનની પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીએ પ્રચંત બહુમતી મેળવી છે. ચિંતાજનક વાત એ છે કે, ચૂંટણી જીતતા જ મ્દ્ગઁએ ભારત સમક્ષ એવી માંગ કરી છે, જે બંને દેશો વચ્ચે ટેન્શન ઉભું કરી શકે છે.
વાસ્તવમાં મ્દ્ગઁએ તેના કટ્ટર રાજકીય હરીફ અને પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને ભારતમાંથી પ્રત્યાપિર્ત કરવાની માંગ ફરીથી દોહરાવી છે. પાર્ટીનું કહેવું છે કે હસીનાએ બાંગ્લાદેશમાં મુકદ્દમાનો સામનો કરવો જોઈએ.
મ્દ્ગઁની મોટી જીત થયાના થોડાંક જ સમયમાં પાર્ટીના સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય સલાહુદ્દીન અહમદે કહ્યું કે, તેમની પાર્ટી હસીના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી ચલાવવા માટે તેમને બાંગ્લાદેશ સોંપવાની ભારતને ઔપચારિક વિનંતી કરે છે.તેમણે કહ્યું કે, તેમની પાર્ટી સતત માંગ કરતી રહી છે કે, હસીનાને બાંગ્લાદેશ લાવીને કાયદા હેઠળ કેસનો સામનો કરાવવો જોઈએ. બંને દેશોના વિદેશ મંત્રાલયે મળીને કાયદાકીય પ્રક્રિયા હેઠળ આ મામલાનો નિવેડો લાવવો જોઈએ અને ભારત આ મામલે સહયોગ આપે તેવી આશા છે.