ખાલિસ્તાની નેતા પન્નુની હત્યાનું ષડયંત્ર રચ્યાનો નિખિલ ગુપ્તાએ કોર્ટમાં એકરાર કરતા ખળભળાટ

ખાલિસ્તાની નેતા પન્નુની હત્યાનું ષડયંત્ર રચ્યાનો નિખિલ ગુપ્તાએ કોર્ટમાં એકરાર કરતા ખળભળાટ

(એજન્સી)      વોશિંગ્ટન, તા.૧૪
ખાલિસ્તાની અલગતાવાદી નેતા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરામાં આરોપી ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાએ અમેરિકાની અદાલતમાં પોતાના ગુનાની કબૂલાત કરી લીધી છે. ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ મેનહટનની ફેડરલ કોર્ટમાં સુનાવણી દરમિયાન ગુપ્તાએ હત્યાનું કાવતરૂ ઘડવા અને મની લોન્ડરિંગના આરોપોમાં પોતે દોષિત હોવાનું સ્વીકાર્યું હતું.
અગાઉ જૂન ૨૦૨૪માં તેણે આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા, પરંતુ હવે અમેરિકન મેજિસ્ટ્રેટ જજ સારા નેટબર્ન સમક્ષ અરજી દાખલ કરીને પોતાનો દોષ સ્વીકારી લીધો છે. આ આરોપો સાબિત થવા પર તેને મહત્તમ ૪૦ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આ સમગ્ર કાવતં વર્ષ ૨૦૨૩માં ત્યારે પ્રકાશમાં આવ્યું હતું જ્યારે અમેરિકન સત્તાવાળાઓએ ન્યૂયોર્ક સિટીમાં પન્નુની હત્યાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.