બ્રિટન હવે ગ્રેટ નથી : સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધન આયર્લેન્ડ અલગ થઈ જવાની શકયતા : આજે નિર્ણય થઈ શકે

બ્રિટન હવે ગ્રેટ નથી : સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધન આયર્લેન્ડ અલગ થઈ જવાની શકયતા : આજે નિર્ણય થઈ શકે

(એજન્સી)           લંડન તા.૧૪:
યુકેનાં એકજુટ રહેવા પર ફરી એકવાર સવાલ ઉઠી રહ્યાં છે. સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધન આયર્લેન્ડનાં નેતા સોમવારે વેલ્સની રાજધાની કાડિર્ફમાં બેઠક કરશે.  ત્રણેયની માગ જુદી-જુદી છે, પરંતુ તમામ યુકેની વર્તમાન વ્યવસ્થામાં મોટા પરિવર્તન ઈચ્છે છે.  ત્રણેય ક્ષેત્રોનાં ફસ્ર્ટ મિનિસ્ટર લોકોને પોતાનું ભાવિ નક્કી કરવાનો અધિકાર આપવા માટે સંયુક્ત નિવેદન આપી શકે છે. તેમાં જરૂર પડ્યે આઝાદી કે યુકેથી જુદા થવાનાં આકરા ર્નિણય માટે જનમત સંગ્રહ કરાવવા મુદ્દે પણ વાત થઈ શકે છે.
સ્કોટલેન્ડ: અહીંની સત્તાધારી સ્કોટલેન્ડને યુકેથી અલગ કરી સ્વતંત્ર દેશ બનાવવા માગે છે.  વેલ્સ: રાષ્ટ્રવાદી પાર્ટી પ્લાઈડ કમ્રી વેલ્સને જુદો દેશ બનાવવાની માગ કરે છે અને વધુ અધિકાર ઈચ્છે છે.
નોર્ધન આયર્લેન્ડ: સત્તાધારી સિન ફેન યુકેથી અલગ થઈ આયર્લેન્ડ સાથે જોડાવવાની તરફેણમાં છે. પક્ષની અધ્યક્ષ મેરી લૂ મેકડોનાલ્ડ પણ 
બેઠકમાં સામેલ થશે.
બ્રિટનની કેન્દ્ર સરકાર યુકેને એકજુટ રાખવા માગે છે. જ્યારે સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધન આયર્લેન્ડમાં વધુ અધિકાર અને વર્તમાન વ્યવસ્થામાં પરિવર્તનની માગ ઉઠી રહી છે.