રશિયા-યુક્રેન યુધ્ધનો અંત નહીં આવે તો ત્રીજુ વિશ્વયુધ્ધ ફાટી નીકળશે : ટ્રમ્પ
(એજન્સી) વોશિંગ્ટન તા.૧ર :
છેલ્લા ૩.પ વર્ષ કરતા વધુ સમયથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ થઈ રહ્યા છે તેવા સંકેત સાથે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે આ પ્રકારના યુદ્ધ લાંબો સમય ચાલે તો તેના પરિણામે ત્રીજુ વિશ્વયુદ્ધ ફાટી નીકળશે. ટ્રમ્પે હાલમાં જ આ યુદ્ધ અટકાવવા નવા રોડ-મેપ રશિયા-યુક્રેન સમક્ષ રજુ કર્યો હતો પણ બન્ને દેશોએ તેમાં આંશિક સ્વીકાર્યતા અને મોટાભાગે અસહમતી દર્શાવી હતી તે સમયે ટ્રમ્પના વિધાનો મહત્વપૂર્ણ છે. રશિયા-યુક્રેન યુધ્ધ અટકાવવા માટે ટ્રમ્પના પ્રયાસો સતત નિષ્ફળ રહ્યા છે અને યુધ્ધ વધુને વધુ ગંભીર બની રહ્યું છે ત્યારે ટ્રમ્પની આ ચેતવણી ખુબ જ સુચક છે.


