શ્રી આપાગીગા યુવક મંડળ વિસાવદર દ્વારા સાતમો સમૂહ લગ્નોત્સવ સંપન્ન
(પ્રતિનિધિ દ્વારા)
વિસાવદર તા.ર
તાજેતરમાં વિસાવદરમાં શ્રી આપાગીગા યુવક મંડળ દ્વવારા ૭ મો સમૂહ લગ્ન મહોત્સવ પૂર્ણ થયો. જેમાં છ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આ સમૂહ લગ્નમાં શ્રી આપાગીગા યુવક મંડળ દ્વારા લગ્ન ફી માત્ર એક રૂપિયો રાખવામાં આવેલ હતી. આ સમૂહ લગ્નમાં કરીયિવારમાં સ્ટીલના કબાટ, પલંગથી શરૂ કરીને ૧૦૬ વસ્તુઓ કરીયાવારમાં ભેટ આપવામાં આવેલ હતી અને દરેક મહેમાનોને ભોજન પ્રસાદ અર્પણ કરવામાં આવેલ હતો. શાસ્ત્રી પદે જસ્મીનભાઇ જાની દ્વારા વેદોક્ત વિધિથી સપ્તપદી સંસ્કાર કરવામાં આવેલા હતા. આપાગીગા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ ભરતભાઈ ચોટલીયા, મંત્રી અરવિંદભાઈ રાઠોડ, ઉપપ્રમુખ જનકભાઈ ચૌહાણ, સહ ખજાનચી ચંદુભાઈ જાદવ, કૈલાસભાઈ વાઘેલાએ તેમજ દરેક સભ્યોએ અથાક મહેનત કરેલ હતી. આ પ્રસંગે આશીર્વાદ આપવા માટે રૂપલધામથી રૂપલ આઇ તથા અલખધામ આશ્રમથી મંનછાગીરી બાપુ, કાદવાળી નેસથી બળવંતપુરી બાપુ, આપાગીગાની ગાદી બગસરાના જેરામબાપુ તેમજ વિસાવદર ગુરૂકુળ સ્વામી મુકુંદદાસજી, મોની આશ્રમથી મહંત શક્તિ દાસ બાપુ પધારીને નવદંપત્તિઓને આશીર્વાદ આપેલ હતા. અતિથિ વિશેષ તરીકે ડોક્ટર ભાવેશભાઈ ટાંક શુભમ હોસ્પિટલ જૂનાગઢ, શ્યામધામ પ્રમુખ લવભાઈ સાપરા, નવનીતભાઈ ચાવડા, દાતાઓ જીવનભાઈ પરમાર સુરત, દિલીપભાઈ પરમાર જૂનાગઢ, હિરજીભાઈ વાઢેર મુંબઈ, પારૂલબેન હરેશભાઈ પોપટભાઈ ચોટલીયા વેરાવળ, ભુપતભાઈ બદાણીયા અમદાવાદ, મુકેશભાઈ જેઠવા નાસિક, કૌશિકભાઇ વાઘેલા, શ્યામ મહીલા મંડળના દરેક સભ્યો, માજી ધારાસભ્ય હર્ષદભાઈ લીંબડીમાં, વીશાલભાઈ રીબડીયા, પરેશભાઇ ગેડીયા, આકિર્ટેક્ટ ર્નિભય ટાંક, લુંઘીયા કડીયા સમાજ ભવનના મુખ્ય દાતા જગદીશભાઈ આજુગીયા હાલ સુરત તેમજ જ્ઞાતિના અગ્રણીઓ હાજર રહેલ અને સમુહ લગ્ન સંપન્ન કરેલ હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ઉત્સવભાઈ પરમાર સુરત દ્વારા એકદમ ભાવસભર વિદાયની વેળાને યોગ્ય સ્વરૂપ આપી અને લગ્નમાં દીકરી અને પિતાનું સામાજિક દાયિત્ત્ય અને યોગદાન વિશે ભાવસભર વિદાયનો પ્રસંગ સંપન્ન કરેલ હતો. આભાર વિધિ રાજેશભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવેલ હતી.


