જૂનાગઢમાં ગુણાતીતનગર ખાતે શ્રી ભોમેશ્વર મહાદેવ શિવ પંચાયતની પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન

તા. ૩,૪,પ ડીસેમ્બરના પુજન વિધિ, નગરયાત્રા, સંગીત સંધ્યા, પ્રસાદ ભોજન સહિતનાં અનેકવિધ કાર્યક્રમો યોજાશે

જૂનાગઢમાં ગુણાતીતનગર ખાતે શ્રી ભોમેશ્વર મહાદેવ  શિવ પંચાયતની પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન

(જગડુશા ડી.નાગ્રેચા દ્વારા)
જૂનાગઢ તા. ર
જૂનાગઢ શહેરમાં ગુણાતીતનગર ખાતે શ્રી ભોમેશ્વર મહાદેવ મંદિર શિવ પંચાયતની  પુર્ન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં ર્મૂતિના મુખ્ય દાતા તથા મુખ્ય યજમાન અતુલભાઈ પી. જાેષી તથા જાેષી પરીવાર રહેશે. સતત ત્રણ દિવસ અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. જૂનાગઢ શહેરમાં મોતીબાગ નજીક ગુણાતીતનગર ખાતે આ ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવી રહેલ છે.
શહેરના મોતીબાગ - ટીંબાવાડી રોડ ઉપર શ્રી ભોમેશ્વર મહાદેવનું નાનુ મંદિર આવેલ હતું. ભાવિકો, શ્રધ્ધાળુઓ નિત્ય દર્શનાર્થે આવતા અને દાદાના દર્શનનો લાભ લેતા હતા. દરમ્યાન ગુણાતીતનગર તેમજ આરસપાસ આવેલ એપાર્ટમેન્ટના રહેવાસીઓ દ્વારા ગુણાતીતનગરનાં સી-ઝોનમાં આવેલ કોમન પ્લોટમાં શ્રી ભોમેશ્વર મહાદેવ મંદિર 
નિર્માણનું કાર્ય હાથ ધરવામાં આવેલ અને સૌ શ્રધ્ધાળુઓના સહકાર અને શ્રી ભોમેશ્વર દાદાની અસીમ કૃપાથી શ્રી ભોમેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર આકાર પામ્યું છે.
દરમ્યાન નવનિર્મિત શ્રી ભોમેશ્વર મહાદેવ મંદિર પુર્ન: મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવેલ છે. વિ.સ. ર૦૮ર માગશર સુદ ૧૩-૧૪ અને માગશર વદ -૧ બુધ, ગુરૂ, શુક્રવાર એમ ત્રણ દિવસ ભવ્ય કાર્યક્રમ યોજાશે. મૂર્તિનાં મુખ્ય દાતા તથા મુખ્ય યજમાન અતુલભાઈ પી. જાેષી તથા જાેષી પરીવાર રહેશે. આયોજીત આ કાર્યક્રમ તા. ૩-૧ર-રપ બુધવારનાં રોજ દેહશુધ્ધિ સવારે ૭ કલાકે, ગણપતિ પૂજન સવારે ૮.૩૦ કલાકે, જલયાત્રા, ર્મૂતિ નગરયાત્રા સવારે ૧૦.૦૦ કલાકે, અગ્નિ સ્થાપન, ગૃહ હોમ બપોરે ૧૧.૩૦ કલાકે, જલા દિવસ બપોરે ૩.૩૦ કલાકે, ધાન્યધિવાસ બપોરે ૪.૩૦ કલાકે અને આરતી સાંજે પ.૩૦ કલાકે યોજાશે. જયારે ૪-૧ર-રપ ગુરૂવારનાં રોજ ગણપતિ પૂજન સવારે ૮.૦૦ કલાકે, પ્પ્રધાન હોમ અને પ્રસાદ વાસ્તુ સવારે ૯.૩૦ કલાકે, મૂર્તિન્યાસ બપોરે ૩.૦૦ કલાકે તુમજ સ્થાપન વિધિ બપોરે ૪.૦૦ કલાકે અને શૈયાધિવાસ સાંજે પ.૩૦ કલાકે તેમજ આરતી સાંજે પ.૩૦ કલાકે યોજાશે. જયારે તા. પ-૧ર-રપ શુક્રવારના રોજ ગણપતિ પૂજન સવારે ૮.૦૦ કલાકે, સ્થાપિત દેવતા હોમ, નિજ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા બપોર. ૧ર.૦૦ કલાકે તેમજ પૂર્ણાહૂતિ (બીડુ) બપોરે ૩.૦૦ કલાકે યોજાશે. યજ્ઞનાં આચાર્ય મેહુલભાઈ કૃષ્ણકાંતભાઈ જાેશી રહેશે.
ગુણાતીતનગર સી-ઝોનના કોમન પ્લોટ ખાતે યોજાનારા કાર્યક્રમમાં સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાશે જેમાં તા. ૩-૧ર-રપ બુધવારે રાત્રે ૮.૦૦ કલાકે ડો. મહેશભાઈ વારા અને ગૃપ, તા. ૪-૧ર-રપ ગુરૂવાર રાત્રે ૮.૦૦ કલાકે શ્રી રાજુભાઈ ભટ્ટ, તા.પ-૧ર-રપ શુક્રવારનાં રોજ સાંજે પ.૦૦ કલાકે  દર્પિત દવે, તનુજ વૈશ્નવ અને ગૃપ દ્વારા કાર્યક્રમ યોજાશે તેમજ સાંજે ૬.૦૦ કલાકે મંદિરના પટાંગણમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે અનુદાન આવકાર્ય છે. મો. ૯૪ર૭ર ૪ર૬૬૭ પરેશભાઈ દવેનો સંપર્ક કરવો. વિશેષમાં શ્રી ભોમેશ્વર મહાદેવ મંદિરના ભવ્ય નિર્માણ પામેલ મંદિરમાં શ્રી ભોમેશ્વર મહાદેવની શિવપંચાયતનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનાં કાર્યક્રમને સફળ બનાવવા ગુણાતીતનગર તેમજ આસપાસનાં તમામ એપાર્ટમેન્ટના રહેવાસીઓ તેમજ ધર્મપ્રેમી જનતાનાં હૈયે અનેરો ઉત્સાહ પ્રવર્તી રહયો છે. શ્રી ભોમેશ્વર મહાદેવ શિવ પંચાયત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો લાભ લેવા શ્રી ભોમેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધ્ધાર સમિતિ દ્વારા ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.