અમદાવાદની ચાર જાણીતી શાળાઓને બોમ્બથી ફુંકી મારવાની ધમકીનો ઈ-મેઈલ મળતા ભારે દોડધામ
કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહના મત વિસ્તારમાં આવેલી
(બ્યુરો) અમદાવાદ તા.૧૭
અમદાવાદ શહેરની અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઝેબર ,ઝાયડસ, અગ્રસેન અને ડ્ઢછફ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધમકીભર્યા ઈ-મેલ મળ્યા છે. હાલ પોલીસ કંટ્રોલ રૂમમાં ચાર સ્કૂલને ધમકીભર્યા ઈ-મેલ મળતા તપાસ શરૂ કરાઈ છે. શહેરની અલગ અલગ સ્કૂલમાં બોમ્બ સ્કવોર્ડ દ્વારા તપાસ કરાઈ રહી છે.
બપોરે ૧:૩૦ કલાકે બ્લાસ્ટની ધમકી અપાઈ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ફાયરની ટીમે ઝાયડસમાં તપાસ શરૂ કરી છે. બોમ્બની ધમકીને પગલે વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપી દેવામાં આવી છે.
સ્કૂલોને મોકલવામાં આવેલા ઈ-મેલમાં ૧:૧૧ વાગ્યે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે. ઈ-મેલમાં અમદાવાદ ધમાકા બ્લાસ્ટ સ્કૂલ સે સાબરમતી જેલ તક એવું લખવામાં આવ્યું છે. સાથે જ મેલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈને પણ ટાર્ગેટ કરવાની ધમકી અપાઈ છે.


