ટ્રમ્પ વહીવટીતંત્રએ ૮પ૦૦૦ વિઝા રદ્દ કર્યા 

ટ્રમ્પ વહીવટીતંત્રએ ૮પ૦૦૦ વિઝા રદ્દ કર્યા 

વોશિંગ્ટન, તા.૧૦
ટ્રમ્પ વહીવટીતંત્રે આ વર્ષે ૮૫,૦૦૦ વિઝા રદ કર્યા છે. આ કાર્યવાહી ઇમિગ્રેશન અમલીકરણને મજબૂત બનાવવા અને રાષ્ટ્રીય સુરક્ષા સ્ક્રીનીંગમાં સુધારો કરવાના પ્રયાસનો ભાગ હોવાનું કહેવાય છે. રદ કરાયેલા વિઝામાં ૮,૦૦૦ થી વધુ વિદ્યાર્થી વિઝાનો સમાવેશ થાય છે, જે ગયા વર્ષ કરતા બમણા છે. જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ બન્યા પછી, ડોનાલ્ડ ટ્રમ્પે ઇમિગ્રેશન મુદ્દાઓ પર સતત કડક વલણ અપનાવ્યું છે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે મંગળવારે લખ્યું, જાન્યુઆરીથી ૮૫,૦૦૦ વિઝા રદ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને સેક્રેટરી રુબિયો એક સરળ આદેશનું પાલન કરે છે, અને તેઓ ટૂંક સમયમાં કયારેય બંધ થશે નહીં. પોસ્ટમાં ટ્રમ્પનો ફોટો અને ‘મેક અમેરિકા સેફ અગેઇન‘ સૂત્ર છે, જેનો અર્થ છે કે આ પગલું અમેરિકાને સુરક્ષિત બનાવવા માટે લેવામાં આવ્યું છે.
ઝ્રદ્ગદ્ગના અહેવાલ મુજબ, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે ૮,૦૦૦ થી વધુ વિદ્યાર્થી વિઝા રદ કરવામાં આવ્યા હતા, જે ગયા વર્ષ કરતા બમણા છે. અધિકારીએ જણાવ્યું હતું કે વિઝા રદ કરવાના સૌથી સામાન્ય કારણો ડ્ઢેંૈં (નશા હેઠળ વાહન ચલાવવું), હુમલો અને ચોરી હતા, જે રદ કરાયેલા વિઝામાંથી અડધા હતા.