ર૦રપમાં ૮૧ દેશોમાંથી ર૪૬૦૦ ભારતીયોને દેશનિકાલ કરાયા
(એજન્સી) નવી દિલ્હી તા.૨૭
રાજયસભામાં રજૂ કરવામાં આવેલ વિદેશ મંત્રાલયના નવીનતમ આંકડા મુજબ વર્ષે ૨૦૨૫માં ૮૧ દેશોમાંથી ૨૪૬૦૦થી વધુ ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમાં સૌથી વધુ નિર્વાસન અમેરિકાથી નહીં પણ સાઉદી અરબથી થયું છે, જયાંથી ૧૨ મહિનામાં ૧૧ હજારથી વધુ ભારતીય લોકોને કાઢવામાં આવ્યા હતા. નિર્વાસનના સામાન્ય કારણોમાં ખાસ કરીને ખાડી દેશોમાંથી વીઝા કે નિવાસનો સમયગાળાથી વધુ સમય રહેવુ,માન્ય વર્ક પરમીટ વિના કામ કરવું, શ્રમ નિયમોનું ઉલ્લંઘન, નિયુક્તિ કરનારનું ભાગી જવું તેમજ દીવાની કે આપરાધીક મામલામાં સંડોવણી સામેલ છે.


