ભારતીય ચોખા પર ટેરિફ ઝીંકવાની ટ્રમ્પે ધમકી આપી : નિકાસકારોમાં ગભરાટ
એજન્સી) વોશિંગ્ટન,તા.૯
ભારત-અમેરિકા વચ્ચે ટેરિફ વોર વચ્ચે ટ્રેડ-ડીલની વાટાઘાટો માટે અમેરિકી પ્રતિનિધિમંડળ ભારતમાં છે તેવા સમયે જ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક આઘાતજનક ધમકી
આપી છે. ભારત જંગી માત્રામાં ચોખા અમેરિકામાં ઠાલવતુ
હોવાથી તેના પર વધુ ટેરિફ ઝીંકવાની ધમકી આપી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે, તેઓ ભારતમાંથી આયાત થતા ચોખા અને કેનેડાથી આયાત થતા ખાતર પર નવા ટેરિફ લાદી શકે છે. આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકન ખેડૂતો માટે ૧૨ અબજ ડોલરની નવી સહાયની જાહેરાત કરતી વખતે આવ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત, વિયેતનામ અને થાઇલેન્ડ જેવા દેશોમાંથી આયાત થતા ચોખા અમેરિકન ખેડૂતોને નુકસાન પહોંચાડી રહ્યા છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કૃષિ આયાત પર નવા ટેરિફ લાદવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે. આમાં સ્પષ્ટપણે ભારતીય ચોખા અને કેનેડિયન ખાતરોનો સમાવેશ થઈ શકે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આ સંકેત અમેરિકન ખેડૂતોની ફરિયાદો પછી આવ્યો છે, જેના પછી ટ્રમ્પ નવા ટેરિફ લાદી શકે છે.
વ્હાઇટ હાઉસ ખાતે યોજાયેલી બેઠકમાં બોલતા ટ્રમ્પે કહ્યું કે સરકાર એવા દાવાઓની તપાસ કરશે કે દેશો અમેરિકન બજારમાં ઓછી કિંમતના ચોખા ડમ્પ કરી રહ્યા છે.
ટ્રમ્પના આ સંકેતથી ભારતીય ચોખાની નિકાસ કરતી કંપનીઓ દ્ભઇમ્ન્ અને ન્ ર્હ્ર્લઙ્ઘજના શેરોમાં હલચલ મચી ગઈ છે, જ્યારે ભારત-અમેરિકા ટેરિફ વાટાઘાટો પહેલા બજારમાં નવી ચિંતાનું વાતાવરણ સર્જાયું છે.
પ્રેસ સાથે વાત કરતા ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે તેઓ કૃષિ ઉત્પાદનો પર નવા ટેરિફ લાદી શકે છે. તેમણે કહ્યું કે ભારતીય ચોખા અને કેનેડાથી આવતા ખાતરના પુરવઠાને કારણે અમેરિકન ખેડૂતો દબાણમાં છે. ટ્રમ્પે ખેડૂતોની ફરિયાદો ટાંકીને કહ્યું કે સસ્તા આયાતને કારણે તેમના ઉત્પાદનો બજારમાં ટકી શકતા નથી.


