અફઘાન વિદેશ મંત્રીની પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોને એન્ટ્રી નહીં અપાતા ભારે વિવાદ : ભારત સરકારે હાથ ખંખેરી લીધા
(એજન્સી) નવી દિલ્હી તા.૧૧
શુક્રવારે તાલિબાનના વિદેશમંત્રી અમીર ખાન મુત્તકીએ નવી દિલ્હી સ્થિત અફઘાન દૂતાવાસમાં એક પ્રેસ- કોન્ફરન્સ યોજી હતી, જેમાં ૨૦ પત્રકાર હાજર હતા, પરંતુ એકપણ મહિલા પત્રકાર નહોતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુત્તકીની સાથે આવેલા તાલિબાન અધિકારીઓએ નક્કી કર્યું કે પ્રેસ- કોન્ફરન્સમાં કોણ હાજરી આપશે ? જોકે ભારતીય અધિકારીઓએ પ્રેસ-કોન્ફરન્સમાં મહિલા પત્રકારોને સામેલ કરવાનું સૂચન કર્યું હતું, પરંતુ આ વાતને અવગણવામાં આવી હતી. ભારત સરકારના પ્રવકતાએ એમ કહીને હાથ ખંખેરી લીધા કે, અફઘાન દુતાવાસમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં અમારી કોઈ ભૂમિકા નથી. જયારે કોંગ્રેસ પ્રવકતાએ સરકારનો વાંધો ઉઠાવતા કહ્યું કે, આપણી ભૂમિ પર મહિલાઓ સાથે ભેદભાવનો એજન્ડા રાખનાર તેઓ કોણ છે ?


