ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવને હમાસે સ્વીકારી લીધો : ગાઝામાં યુધ્ધવિરામ થશે

ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવને હમાસે સ્વીકારી લીધો : ગાઝામાં યુધ્ધવિરામ થશે

(એજન્સી)    વોશિંગ્ટન તા.૦૪ :
છેલ્લા ૩ વર્ષથી ચાલી રહેલા ઈઝરાયેલ- હમાસ સંઘર્ષમાં હવે શાંતિના સંકેત મળી રહ્યા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જે શાંતિ-દરખાસ્ત મુકી હતી તે સ્વીકારવા હમાસને ૭૨ કલાકના અલ્ટીમેટમ તથા નહીતર ગાઝાને નર્ક બનાવી દેવાની આપેલી ચેતવણી બાદ હમાસે બંધક બનાવેલા તમામને મુક્ત કરવાની ખાતરી આપી છે.
આ ખાસ કરીને ઈઝરાયેલ બોમ્બમારો રોકવા તથા ટ્રમ્પના ૨૦ મુદાના શાંતિ કરારમાં તેઓની પણ કેટલીક શરતો અંગે વાતચીત કરવા 
તૈયારી દર્શાવી છે તો ઈઝરાયેલે પણ તમામ બંધકોની મુક્તિ થશે તો તે પણ શાંતિ-સમજુતીના પ્રથમ તબકકાનો અમલ કરશે તેવી ખાતરી આપી છે.

જો કે સ્થાનિક મિડિયાના અહેવાલ મુજબ હાલ ઈઝરાયેલની સેનાને ગાઝા શહેર તથા અન્ય ક્ષેત્રમાં આગળ વધતા અટકાવી દેવાયા છે પણ ઈઝરાયેલ તરફથી કોઈ સતાવાર જાહેરાત થઈ નથી તેથી આ સમજુતીમાં હવે હમાસ તમામ બંધકોને મુક્ત કરે છે કે કેમ ? તેના પર સૌની નજર છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉની પેલેસ્ટાઈન માટે તેમના અને બ્રિટનના પુર્વ વડાપ્રધાન ટોની બ્લેરના નેતૃત્વ હેઠળ કમીટી ભવિષ્યની યોજના બનાવશે તેવી જાહેરાત સાથે ૨૦ મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ રજુ કર્યો હતો.