જામનગરની ર૦ પેઢી પર જીએસટીની ટીમો ત્રાટકી : રૂા.૧૦૦ કરોડનું કૌભાંડ
(બ્યુરો) જામનગર તા. ૪ :
સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા જામનગરમાં ગત સાંજથી જુદી જુદી ર૦ જેટલી પેઢીઓના ધંધાના અને નિવાસસ્થાને મળીને રરથી વધુ સ્થળોએ દરોડાનો દોર શરૂ કરાયો છે. જેમાં વેપારી આલમમાં ભારે ચકચાર મચી જવા પામી છે. દરોડામાં ૧૦૦ કરોડથી વધુની કરચોરી પકડાઇ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે, એટલું જ નહીં પરંતુ આ દરોડામાં એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ)ની પણ ભૂંડી ભૂમિકા હોવાનું બહાર આવતા તપાસનો દોર લંબાયો છે.
અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને જામનગરના સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓએ જુદા જુદા ધંધાઓ સાથે સંકળાયેલી જામનગરની ર૦ જેટલી પેઢીઓ પર સાગમટે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.


