જગદીશ વિશ્વકર્માએ પ્રદેશ ભાજપ પ્રમુખ પદનો ચાર્જ સંભાળ્યો : ગાંધીનગર કમલમમાં ભવ્ય કાર્યક્રમ

જગદીશ વિશ્વકર્માએ પ્રદેશ ભાજપ પ્રમુખ પદનો ચાર્જ સંભાળ્યો : ગાંધીનગર કમલમમાં ભવ્ય કાર્યક્રમ

(બ્યુરો)          ગાંધીનગર તા.૪ :
ગુજરાત ભાજપમાં નેતૃત્વ પરિવર્તન સાથે ગઈકાલે નવા પ્રદેશ પ્રમુખ તરીકેની ઔપચારીક ચૂંટણી પ્રક્રિયામાં રાજય સરકારના મંત્રી તથા ઓબીસી નેતા જગદીશ વિશ્વકર્માએ ‘એકમાત્ર‘ ઉમેદવારી નોંધાવ્યા બાદ તેમની આજે બિનહરીફ વરણી બાદ ગાંધીનગરમાં કમલમ ખાતે યોજાયેલા એક દબદબાભર્યા સમારોહમાં વિધિવત તાજપોશી થઈ છે.
તે સાથે ગુજરાત ભાજપમાં પાટીલ યુગના અંત અને હવે વિશ્વકર્માનો ‘સમય‘ શરૂ થયો છે. વિશ્વકર્મા ગુજરાત ભાજપના ૧૪માં પ્રદેશ પ્રમુખ તરીકે તમો આજથી કામકાજ સંભાળ્યું છે.
આજે સવારે ૧૦ વાગ્યે તેઓને કેન્દ્રીય ચૂંટણી ઈન્ચાર્જ કે.લક્ષ્મણ તથા ગુજરાતના પુર્વ પ્રભારી અને ચૂંટણી નિરીક્ષક તરીકે પણ નિયુક્ત થયેલા કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવ, વિદાય લેનાર પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સંગઠન મહામંત્રી રત્નાકર પ્રદેશના મહાનુભાવો ઉપરાંત ગુજરાતભરમાંથી ભાજપના જીલ્લા-મહાનગર પ્રમુખો ઉપરાંત હજારો કાર્યકર્તાઓની હાજરીમાં વિશ્વકર્માને વિધિવત રીતે ચુંટાયેલા નવા પ્રદેશ પ્રમુખ જાહેર કરાયા હતા અને કાર્યકર્તાઓએ ભારત માતા કી જયના નારા સાથે તેમને વધાવી લીધા હતા.