ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા અંતર્ગત સીડીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું
જૂનાગઢ, તા.૧૭
ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગઉપક્રમે, કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર જુનાગઢ આયોજીત અખિલ ગુજરાત ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આગામી તા.૪ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ યોજાનાર છે. જે અંતર્ગત કલેકટર અનિલકુમાર રાણાવસીયાના સીધા માર્ગદર્શન હેઠળ વનવિભાગ, પી.જી.વી.સી.એલ, કોર્પોરેશન, સી.સી.ટી.વી. ટીમ, પંડિત દીનદયાળ ઉપાધ્યાયપર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ દ્વારા સીડીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને જરૂરી સીડીઓ રીપેરીંગ, સાફસફાઈ અને આડશો દૂર કરવાની કામગીરી કરવા સૂચનો કરવામાં આવ્યા હતા.


