કંડોરણા-થોયાણા-કેરાળા તેમજ ચિકાસા-ગેરેજ-બાંટવા માર્ગની બિસ્માર હાલત અંગે સ્ન્છ કાંધલભાઈ જાડેજાની સરકારમાં રજૂઆત
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.૧૧
પોરબંદર જિલ્લાના કુતિયાણા-રાણાવાવ વિધાનસભા મતવિસ્તારના રાણાવાવ તાલુકામાં આવેલા કંડોરણા-થોયાણા-કેરાળા માર્ગ તેમજ પોરબંદર તાલુકાના ચિકાસા-ગેરેજ-બાંટવા રોડ અત્યંત બિસ્માર અને જર્જરિત હાલત અંગે ક્ષેત્રના લોકલાડીલા અને યુવા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ રાજ્ય સરકારના ઉચ્ચ સ્તરે ગંભીર રજૂઆત કરી છે. કાંધલભાઈ જાડેજાએ માર્ગ અને મકાન વિભાગના મંત્રી તથા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મોકલેલા રજૂઆત પત્રમાં જણાવ્યા મુજબ, રાણાવાવ તાલુકાના રાણાકંડોરણા ગામથી થોયાણા-કેરાળા સુધીનો આશરે ૧૦ કિમીનો માર્ગ રાણાવાવ તાલુકા કક્ષાને સીધો જાેડતો જીવનરેખા સમાન મુખ્ય માર્ગ છે. આ માર્ગ પરથી ત્રણથી વધુ ગામોના લોકો રોજિંદા અવરજવર, હોસ્પિટલો, શાળાઓ, બજાર અને શાસકીય કાર્યો માટે ર્નિભર રહે છે. આવી જ રીતે પોરબંદર તાલુકા ઘેડ વિસ્તારના ચિકાસા - ગરેજ બાંટવા ૩૦.૫૦ કિમી ના રસ્તો પણ અત્યંત ખરાબ અને વર્ષો થી સામરકામ થયેલ ન હોત અને છેલ્લા લાંબા સમયથી ઉપરોક્ત આ માર્ગ તૂટી પડેલા, ખાડાઓથી ભરેલા અને અત્યંત જાેખમી બન્યા છે. વાહનચાલકો, સ્કૂલ વેન, એમ્બ્યુલન્સ તથા બે–પિયામાં ચાલતા લોકો માટે આ રસ્તો દૈનિક મુશ્કેલી ઉભી કરી રહ્યો છે. વરસાદી સિઝનમાં સ્થિતિ વધુ ખરાબ બનતાં અનેક નાગરિકો અકસ્માતનો ભોગ બન્યાની ફરિયાદો પણ પ્રાપ્ત થઈ છે. કાંધલભાઈ જાડેજાએ મુખ્યમંત્રીએ કરેલી રજૂઆતમાં સ્પષ્ટ લખ્યું છે કે, “જનહિતને ધ્યાને લઈને કંડોરણા-થોયાણા-કેરાળા તેમજ ચિકાસા-ગેરેજ-બાંટવા આ માર્ગ બિસ્માર હાલતમાં હોવાથી આ સમગ્ર રસ્તાઓને તાત્કાલિક રિસર્ફસિંગ કરી નોન-પ્લાન રોડ તરીકે મંજૂરી આપવા મારી વિશેષ ભલામણ છે.” ધારાસભ્યએ જણાવ્યું છે કે મતવિસ્તારના લોકો વર્ષોથી આ માર્ગના સુધારાની રાહ જાેઈ રહ્યા છે અને તેમના રોજિંદા જીવનને સુરક્ષિત બનાવવા માટે જલદીથી રિસર્ફસિંગ કામનો ટેન્ડર-જાેબ નંબર ફાળવવો જરૂરી છે. કુતિયાણા-રાણાવાવ વિસ્તારના લોકો ધારાસભ્યની આ ઝડપી કાર્યવાહીનું સ્વાગત કરી રહ્યા છે અને સરકાર તાત્કાલિક પગલાં લેશે તેવી આશા વ્યક્ત કરી છે.


