એમ્બ્યુલન્સમાં આગ ભભૂકી ઉઠતા ૧ દિવસના નવજાત સહિત ૪ લોકો જીવતા ભુંજાયા

ગતરાત્રે મોડાસા નજીક સર્જાયેલી કરૂણાંતીકા

એમ્બ્યુલન્સમાં આગ ભભૂકી ઉઠતા ૧ દિવસના નવજાત સહિત ૪ લોકો જીવતા ભુંજાયા

(બ્યુરો)          અમદાવાદ, તા.૧૮
ગુજરાતમાં અકસ્માત-વાહનો સળગવાનાં કેસો વધી રહયા હોય તેમ આજે વધુ એક કરૂણાંતિકા સર્જાઈ હતી. 
નવજાત શિશુને સારવાર માટે અમદાવાદ લઈ જઈ રહેલી એમ્બ્યુલન્સ અચાનક સળગી ઉઠતા તેમાં સવાર બાળક, પિતા ઉપરાંત એક ડોકટર એક નર્સ સહિત ચાર લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજયા હતા.
અન્ય ત્રણ વ્યકિત પણ ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા છે આગના કારણની તપાસ શરૂ કરવામાં આવી છે.સમગ્ર પંથકમાં એરરાટી વ્યાપી ગઈ છે.
આ દુર્ઘટના વિશે પ્રાપ્ત માહિતી પ્રમાણે તાજા જન્મેલા નવજાત શિશુની તબિયત કટોકટીભરી હોવાથી મોડાસાની હોસ્પિટલમાંથી ખાનગી એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદ લઈ જવામાં આવી રહ્યુ હતું. ત્યારે મોડાસાના ધનસુરા તરફ પસાર થતા માર્ગ પર રાણા સૈયદ વિસ્તારમાં એકાએક એમ્બ્યુલન્સમાં આગ ભભૂકી ઉઠી હતી.
ચાલકે તુર્ત વાહન ઉભુ રાખી દીધુ હતું. પરંતુ જોતજોતામાં એમ્બ્યુલન્સ વાહન ઉભુ રાખી દીધુ હતું. પરંતુ જોતજોતામાં એમ્બ્યુલન્સ આગની જવાળામાં લપેટાઈ જતા ચાર લોકો બહાર નહીં નીકળી શકતા જીવતા ભુંજાઈ ગયા હતા જ્યારે અન્ય ત્રણ દાઝી ગયા હતા.