ગુજરાત સરકાર ઉદ્યોગોની વ્યાખ્યામાં મોટો ફેરફાર કરશે

ગુજરાત સરકાર ઉદ્યોગોની વ્યાખ્યામાં મોટો ફેરફાર કરશે

(બ્યુરો)  ગાંધીનગર તા.૧૮
ઔદ્યોગીક રાષ્ટ્ર તરીકે ગણના પામતા ગુજરાતમાં ઔદ્યોગીક કરણને વધુ વેગ આપવા માટે રાજય સરકારે ઉદ્યોગોની વ્યાખ્યામાં મોટો બદલાવ કરવાની તૈયારી શરૂ કરી છે.૨૦૨૬ ના પ્રારંભે નવી ઉદ્યોગનીતી જાહેર થવાની સંભાવના છે અને તેમાં સુક્ષ્મ-લઘુ તથા મધ્યમ ઉદ્યોગોની ટર્નઓવર આધારીત વ્યાખ્યા બદલી નાખવામાં આવશે.
રાજય સરકારનાં સુત્રોએ કહ્યું કે સુક્ષ્મ-લઘુ તથા મહતમ એકમો માટે મૂડીરોકાણ તથા ટર્નઓવરની મર્યાદામાં વધારો કરીને ઔદ્યોગીક વ્યાખ્યામાં બદલાવ કરવામાં આવશે મોટા ભારે ઉદ્યોગો માટે પણ રોકાણ-ટર્નઓવરની નવી વ્યાખ્યા નકકી થશે.રોકાણ મર્યાદામાં બમણા કરતા પણ વધુ વધારો થશે.જયારે તમામ ક્ષેત્રનાં ઉદ્યોગોની ટર્નઓવર લીમીટ વધારીને ડબલ કરવામાં આવશે. સુચિત ફેરફારો મુજબ સુક્ષ્મ (માઈક્રો) ઉદ્યોગ માટેએક કરોડની રોકાણ અને ૫ાંચ કરોડની ટર્નઓવર લીમીટ છે.તે વધારીને અનુક્રમે ૨.૫૦ કરોડ તથા ૧૦ કરોડ કરાશે.
આજ રીતે ૧૦ કરોડનું રોકાણ તથા ૫૦ કરોડનું ટર્નઓવર ધરાવતા એકમો લઘુ (સ્મોલ) ની વ્યાખ્યામાં આવે છે તે મર્યાદા વધારીને અનુક્રમે ૨૫ કરોડ તથા ૧૦૦ કરોડ કરાશે.