બાંગ્લાદેશની સરકારે ભારતને પત્ર લખ્યો : “શેખ હસીનાને અમને સોંપી દો”

બાંગ્લાદેશની સરકારે ભારતને પત્ર લખ્યો : “શેખ હસીનાને અમને સોંપી દો”

(એજન્સી)           ઢાકા,તા.૧૮:
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન હાલ ભારતમાં આશ્રય લઈ રહ્યા છે, ત્યારે બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલ કોર્ટે શેખ હસીનાને ફાંસીની સજાનો ચુકાદો આપ્યો છે. આ ચુકાદાના થોડાક જ કલાકો બાદ બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભારતને પત્ર લખ્યો છે અને શેખ હસીના તેમજ પૂર્વ ગૃહમંત્રી અસદુઝમાન ખાન કમાલની તાત્કાલિક પ્રત્યાર્પણની ઔપચારિક માંગણી કરી છે.
બાંગ્લાદેશી સરકારે પત્રમાં કહ્યું છે કે, ‘બાંગ્લાદેશી આઈસીટીએ માનવતા વિરુદ્ધના અપરાધોના ગુનામાં હસીના અને અસદુઝમાનને મોતની સજા સંભળાવી છે. જો આ ફરાર આરોપીઓને કોઈ દેશ આશરો આપે છે, તો તે દુશ્મનાવટ અને  ન્યાયની અવગણના ગણાશે.‘ બાંગ્લાદેશી વિદેશ મંત્રાલયે ૨૦૧૩માં થયેલી દ્વિપક્ષીય પ્રત્યાર્પણનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ‘આ સંધિ હેઠળ આ દોષિતોને બાંગ્લાદેશને 
સોંપવું ભારતનું અનિવાર્ય 
કર્તવ્ય છે. અમે ભારત સરકારને અપીલ કરીએ છીએ કે, તેઓ બંનેને તાત્કાલીક બાંગ્લાદેશી અધિકારીઓને સોંપી દે.‘
બાંગ્લાદેશી આઈસીટીએ શેખ હસીનાને સજા સંભળાવ્યા બાદ ભારતીય વિદેશ મંત્રાલયે 
કહ્યું કે, ‘એક ગાઢ પાડોશી 
હોવાના નાતે, અમે બાંગ્લાદેશમાં શાંતિ, લોકશાહી અને રાજકીય સ્થિરતા સહિત ત્યાંના લોકોના 
શ્રેષ્ઠ હિતો માટે પ્રતિબદ્ધ 
છીએ. અમે બાંગ્લાદેશના 
તમામ હિતધારકો સાથે રચનાત્મક રીતે વાતચીત કરીશું.‘