સાઈબર એટેકને કારણે યુરોપના એરપોર્ટ પર ચેક ઓન અને બોર્ડીંગ સીસ્ટમ ખોરવાઈ.
યુરોપના સૌથી મોટા અને કાયમ વ્યસ્ત રહેતા એરપોર્ટો પર એક સાથે સાઈબર એટેક થતા અફરાતફરી મચી જવા પામી છે. આ હુમલાથી પોર્ટુગલના એરપોર્ટ બર્લિન એરપોર્ટ અને બ્રસેલ્સ એરપોર્ટ તેમજ લંડનના હોથ્રો એરપોર્ટ ની બોર્ડીંગ ખોરવાઈ ગઈ હતી તેમજ ઘણી ફ્લાઇટ્સ રદ કરવી પડતી હતી તો કેટલીક ફ્લાઇટ્સ મોડી પડી હતી. એરપોર્ટ પર બધે ઓટોમેટીક મશીન હોય મુસાફરોને અનેકો મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
ઉલ્લખનીય છે કે આ હુમલો એરલાઈન્સને બોર્ડીંગ અને ચેક ઈન ની સર્વિસ આપતી કંપની પર થયો હતો. જેના માટે કોલિન્સ એરોસ્પેસને લક્ષ્ય બનાવવામાં આવ્યું હતું. સાઈબર એટેકનો સમયગાળો 19 સપ્ટેમ્બર રાતથી શનિવાર સવાર સુધીનો ગણવામાં આવે છે. હાલ કંપની સમગ્ર સિસ્ટમ અને પરિસ્થિતિને સુધારવાના કામે લાગી ગઈ છે.
આ સાઈબર હુમલા બાદ એરપોર્ટ ઓથોરીટી અને મેનેજમેન્ટ દ્વારા વિવિધ પ્રકારે જાહેર સૂચનો દ્વારા મુસાફરોને પડતી મુશ્કેલીઓ વિષે જાણ કરવામાં આવી રહી છે તેમજ સમસ્યાના ઉકેલ માટે તજજ્ઞોની ટીમ દ્વારા કામગીરી શરુ કરવામાં આવી છે.


