અમેરીકામાં ૪૩ દિવસ સુધી ચાલેલા ઈતિહાસના સૌથી લાંબા શટડાઉનનો અંત
(એજન્સી) વોશીંગ્ટન, તા.૧૩:
અમેરિકન ઇતિહાસનો સૌથી લાંબો શટડાઉન આખરે સમાપ્ત થયો છે. બુધવારે, યુએસ કોંગ્રેસે શટડાઉન સમાપ્ત કરવા માટે એક બિલ પસાર કર્યું, જેના પર રાષ્ટ્રપતિ ટ્રમ્પે હસ્તાક્ષર કર્યા છે. તેનાથી ૪૩ દિવસના શટડાઉનનો અંત આવ્યો છે. શટડાઉન સમાપ્ત કરવાના કરારના ભાગ રૂપે, છેલ્લા ૪૩ દિવસ દરમિયાન છૂટા કરાયેલા ફેડરલ કર્મચારીઓને ફરીથી નોકરી પર રાખવામાં આવશે. તે બિલ ૨૨૨-૨૦૯ મતોથી પસાર થયું. વ્હાઇટ હાઉસે પણ પુષ્ટિ કરી છે કે ડોનાલ્ડ ટ્રમ્પે બિલ પર હસ્તાક્ષર કર્યા છે. સરકારી કામગીરી હવે સત્તાવાર રીતે શરૂ થશે. આ ફક્ત અમેરિકાના ય્ડ્ઢઁ માટે સારા સમાચાર નથી, પરંતુ ૪૦ મિલિયનથી વધુ અમેરિકનો માટે પણ એક મહત્વપૂર્ણ રાહત છે. શાસક રિપબ્લિકન પાર્ટીએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ૨૨૨-૨૦૯ મતોથી બિલ પસાર કર્યું. સેનેટે પહેલાથી જ બિલ પસાર કરી દીધું હતું, અને હવે રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેના પર હસ્તાક્ષર કરી દીધા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે બિલ પસાર થવાને એક મોટી જીત ગણાવી. એ નોંધનીય છે કે ડેમોક્રેટિક પાર્ટી એફોર્ડેબલ કેર એક્ટ હેઠળ આપવામાં આવતા આરોગ્ય કવરેજ માટે ટેક્સ ક્રેડિટમાં વધારો કરવાની માંગ કરી રહી હતી. આ ટેક્સ ક્રેડિટ આ વર્ષના અંતમાં સમાપ્ત થાય છે. જો સરકાર ટેક્સ ક્રેડિટનો વિસ્તાર નહીં કરે, તો આરોગ્ય કવરેજ વધુ મોંઘું થઈ જશે. આ મુદ્દા પર લાંબા સમય સુધી શટડાઉન ચાલુ રહ્યું, પરંતુ રિપબ્લિકન પાર્ટીએ હાર માની નહીં, અને અંતે, ડેમોક્રેટિક પાર્ટીએ હાર માની.


