એક ભારતીય યુવતી પણ એપેસ્ટિનનો ભોગ બની : ચોંકાવનારો ઘટસ્ફોટ

એક ભારતીય યુવતી પણ એપેસ્ટિનનો ભોગ બની : ચોંકાવનારો ઘટસ્ફોટ

(એજન્સી)        વોશિંગ્ટન તા.૧૭
યૌન અપરાધી જેફ્રી 
એપસ્ટીન સાથે સંબંધિત નવી ફાઇલોમાં ખુલાસો થયો છે કે એક ભારતીય યુવતી પણ તેનો ભોગ બની હતી. દસ્તાવેજો અનુસાર, અમેરિકી અધિકારીઓએ તેને પીડિત વળતર ફંડમાંથી ચુકવણી અપાવવા માટે ભારતમાં શોધખોળ શરૂ કરી હતી.
૧૩ જાન્યુઆરી ૨૦૨૦ના એક ઇમેઇલમાં અમેરિકી અધિકારીઓ વચ્ચે થયેલી વાતચીત સામે આવી છે. જેમાં ભારતમાં હાજર પીડિતાનું સરનામું અને માહિતી એકત્રિત કરવાનું કહેવામાં આવ્યું છે, જેથી ભારત સ્થિત અમેરિકી દૂતાવાસ દ્વારા તેનો સંપર્ક કરી શકાય. આ ઇમેઇલ એપસ્ટીનના ઓગસ્ટ ૨૦૧૯માં જેલમાં થયેલા મૃત્યુ પછીનો છે.
રિલીઝ કરાયેલા દસ્તાવેજોમાં આ મેઇલનું ટાઇટલ ‘એપસ્ટીન વિક્ટિમ્સ’ છે, જોકે, અધિકારીઓના નામ અને કેટલીક માહિતી છુપાવી દેવામાં આવી છે.