આજે અમેરીકા-ઈરાન વચ્ચે સ્વિટર્ઝલેન્ડમાં બેઠક
(એજન્સી) વોશિંગ્ટન તા.૧૭
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ અમેરિકા અને ઈરાન વચ્ચે થનારી પરમાણુ કાર્યક્રમ પરની વાતચીતમાં પરોક્ષ રીતે સામેલ રહેશે. તેમણે એર ફોર્સ વનમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન આ વાત કહી.
આ નિવેદન ઈરાન સાથે પરમાણુ કાર્યક્રમને લઈને બીજા તબક્કાની વાતચીત અગાઉ આવ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા તબક્કાની વાતચીત આજે (૧૭ ફેબ્રુઆરી ૨૦૨૬) જીનીવા (સ્વિટ્ઝર્લેન્ડ)માં થઈ રહી છે. આ પહેલા ઓમાનમાં ગત તા.૬ ફેબ્રુઆરીએ પહેલી બેઠક થઈ હતી.
ટ્રમ્પે કહ્યું, ‘હું તે વાતચીત પર નજર રાખીશ.‘ તેમણે સંકેત
આપ્યો કે ઈરાન આ વખતે સમજૂતીને લઈને ગંભીર છે. ડીલની સંભાવના પર ટ્રમ્પે કહ્યું કે ઈરાન તેને લઈને કડક વલણ અપનાવતું રહ્યું છે, પરંતુ ગયા વર્ષે અમેરિકા દ્વારા ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર બોમ્બમારો કરવાથી તેમને બુદ્ધિ આવી.


