સોના-ચાંદીના ભાવમાં ફરી કડાકો

સોના-ચાંદીના ભાવમાં ફરી કડાકો

(એજન્સી)    નવી દિલ્હી તા.૧૭:
સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, આ કિમતી ધાતુઓ દરરોજ સસ્તી થઈ રહી છે. સોમવારે નોંધપાત્ર ઘટાડા બાદ, મંગળવારે પણ 
ચાંદીના ભાવમાં ઘટાડો થયો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ખુલતા જ ચાંદીના ભાવ રૂા.૪,૬૦૦ થી વધુ ઘટ્યા. બીજી કિમતી ધાતુ, સોનું પણ ઘટ્યું. ચાંદી હવે તેની ઊંચી સપાટી કરતાં રૂા.૧૮૦,૦૦૦ થી વધુ ઓછા ભાવે વેચાઈ રહી છે, જ્યારે સોનું રૂા.૩૮,૦૦૦ થી વધુ ઘટ્યું છે.