પ્રમુખસ્વામી મહારાજના જીવનચરિત્રને ગિનીસ વર્લ્ડ રેકોડ્ર્સમાં સ્થાન મળ્યું
લંડન તા.૬:
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવન પર ૧૩ ગ્રંથોમાં વિસ્તરેલા, ૮,૮૪૮ પાનાં અને ૨૧,૪૬,૪૪૭ શબ્દો પરાવતા બૃહદ્ જીવનચરિત્રને ગિનીસ વર્લ્ડ રેકોડ્ર્સ દ્વારા એક જ લેખક દ્વારા લખાયેલા વિશ્વના સૌથી વિસ્તૃત જીવનચરિત્ર તરીકે સત્તાવાર માન્યતા આપવામાં આવી છે.સંસ્કૃતના વિદ્વાન અને પીએચ. ડી. એવા આદર્શજીવનદાસ સ્વામી દ્વારા લખાયેલું ‘બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ વિસ્તૃત જીવનચરિત્ર‘ બી. એ. પી. એસ. સ્વામિનારાયણ સંસ્થાના પાંચમા આધ્યાત્મિક ગુરૂ પ્રમુખસ્વામી પ્રદાનનું આલેખન કરે છે.


