બ્રિટને સિક્રેટ એલર્ટ જાહેર કરતા અમેરીકા ડર્યું : એરબેઝ પરથી અચાનક તમામ બોમ્બર વિમાનો પાછા બોલાવી લીધા

બ્રિટને સિક્રેટ એલર્ટ જાહેર કરતા અમેરીકા ડર્યું : એરબેઝ પરથી અચાનક તમામ બોમ્બર વિમાનો પાછા બોલાવી લીધા
AI Image

(એજન્સી)              લંડન,તા.૫:
ઇરાની સાજીશ વચ્ચે એક નવી અને અજ્ઞાત ધમકી મળ્યા બાદ અમેરિકાએ મોટું પગલું ભર્યું છે. અમેરિકાએ બ્રિટનના ફેયરફોર્ડ એરબેઝ પર તૈનાત પોતાના તમામ લાંબા અંતરના બોમ્બર વિમાનોને તુરંત પાછા અમેરિકા સ્થિત હોમ બેઝ પર બોલાવી લીધા છે.સીએનએનના અહેવાલ મુજબ, એક અમેરિકી રક્ષા અધિકારીએ આ ઘટનાક્રમની પુષ્ટિ કરી છે.
અમેરિકી અધિકારીએ જણાવ્યું, અમે પુષ્ટિ કરીએ છીએ કે ફેયરફોર્ડમાં તૈનાત તમામ અમેરિકી બોમ્બર વિમાનોને પાછા તેમના હોમ બેઝ પર મોકલી દેવામાં આવ્યા છે. જોકે, અધિકારીએ સુરક્ષા કારણોનો હવાલો આપતા ધમકીની ચોક્કસ પ્રકૃતિ અથવા વિમાનોને અચાનક હટાવવાના મુખ્ય કારણનો ખુલાસો નથી કર્યો.
સુત્રોએ આ ઘટનાક્રમને  અત્યંત ગંભીર અને એક વાસ્તવિક ઘટના ગણાવી છે. વિશેષજ્ઞોનું માનવું છે કે બોમ્બર્સને ક્ષેત્રના કોઈ અન્ય યુરોપીયન બેઝ પર મોકલવાને બદલે સીધા અમેરિકા બોલાવવા તે એક અસામાન્ય અને અસાધારણ પગલું છે.