જાે અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું તો એજ ક્ષણે ભારતીય લોકશાહી ખતમ થઈ જશે : રાહુલ ગાંધી
(એજન્સી) ન્યૂયોર્ક તા.૧૯
રાહુલ ગાંધીએ કહ્યું, 'ભારતીય લોકશાહી અમારા માટે પવિત્ર છે. મારા માટે, ભારતીય લોકશાહીમાં કોઈ સમસ્યા છે એવું કહેવું પણ મુશ્કેલ છે. જો અમે ચૂંટણીના બહિષ્કારનો ર્નિણય લઈશું, તો તે જ ક્ષણે ભારતીય લોકશાહી ખતમ થઈ જશે.' રાહુલે કહ્યું, 'અમે લોકશાહીને ખતમ કરવા માંગતા નથી. અમારી વ્યૂહરચના છે કે અમે લડીએ અને ભારતના લોકોને જણાવીએ કે દેશમાં શું ચાલી રહ્યું છે. વિપક્ષને ચૂંટણી પ્રક્રિયામાં ઘણું નુકસાન સહન કરવું પડ્યું છે. તેમ છતાં અમે ચૂંટણીનો બહિષ્કાર નહીં કરીએ.' રાહુલ ગાંધીએ આ વાત ગુરુવારે યુનિવસિર્ટી ઑફ શિકાગોમાં પ્રોફેસર રોબર્ટ પેપ સાથે થયેલા સંવાદ દરમિયાન કહી. રાહુલ બે દિવસીય અમેરિકા પ્રવાસે છે. બુધવારે તેમણે કોલંબિયા યુનિવસિર્ટીના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
તેમણે કહ્યું કે, 'અમે જાણીજોઈને ચૂંટણી બહિષ્કારનું પગલું નથી ઉઠાવી રહ્યા અને અમને વિશ્વાસ છે. ચૂંટણી પંચ પોતે હવે અંદરથી અમને માહિતી આપી રહ્યું છે. તેથી આ માળખું ક્યારે ધરાશાયી થશે, એ માત્ર સમયની વાત છે. ચૂંટણી પંચમાં વરિષ્ઠ લોકો હવે કહી રહ્યા છે કે અમે આ વધુ કરી શકતા નથી.'
કોલંબીયા બાદ રાહુલ ગાંધી ઈલિનોઈસમાં શિકાગો યુનિવર્સીટીમાં પહોંચ્યા હતા અને ઈરાન યુદ્ધ તથા દુનિયામાં ભારતની ભૂમિકા વિષય પર સંબોધન કર્યું હતું. તેઓએ એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો કે ચૂંટણી પ્રક્રિયામાં કથિત-ખામી-ગરબડો છેવટે બહાર આવી જશે વિપક્ષી કાર્યકરોને ચૂંટણી ન લડવાનું બહિષ્કાર કરવાનું કહેવામાં આવે તો તેઓનું શુ થશે? ચૂંટણી ન લડવામાં આવે તો તે જ ક્ષણે ભારતીય લોકશાહીનાં પાયાને ખતમ નહિં થવા દે વિપક્ષની રણનીતિ પીછે હઠ કરવાની છે.ચૂંટણી ગેરરીતિને જનતા સમક્ષ લઈ જવામાં આવશે અને સમગ્ર વ્યવસ્થા ધ્વસ્ત થઈ ચુકી હોવાનો અહેસાસ કરાવવામાં આવશે.


