લોકસભામાં ઈકોનોમીક સર્વે રજુ : આર્થિક વિકાસદર ૭.ર ટકા રહેવાનો અંદાજ

લોકસભામાં ઈકોનોમીક સર્વે રજુ : આર્થિક વિકાસદર ૭.ર ટકા રહેવાનો અંદાજ

(એજન્સી)   નવી દિલ્હી, તા.૨૯:
નાણા મંત્રી ર્નિમલા સીતારમણે આજે ઈકોનોમિક સર્વે રજૂ કર્યું હતું. જેમાં દેશનો આર્થિક વિકાસદર ૭.ર ટકા રહેવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. આગામી રવિવારે રજુ થનારા કેન્દ્રીય બજેટ પુર્વે આજે સંસદમાં રજુ થયેલા ૨૦૨૫-૨૬ના આર્થિક સર્વેમાં વિશ્વની અનિશ્ચિત જીયો પોલીટીકલ તથા આર્થિક સ્થિતિ ટ્રમ્પના ટેરિફના ભય અને મધ્ય પુર્વમાં ઘેરાતા યુદ્ધના વાદળો વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર મજબૂત રીતે આગળ વધી રહ્યું હોવાના સંકેત આવ્યા છે.
તો બીજી તરફ સરકારે અમેરિકી ટેરિફની અસર ઘટાડવા યુરોપીયન સંઘ સાથેના વ્યાપાર કરાર સાથે ઘરેલુ અર્થતંત્રને આવકવેરા મુક્તિ મર્યાદા વધારાથી જીએસટી ઘટાડાના કારણે જે નવી ઉર્જા મળી છે તે પણ દર્શાવ્યુ હતું.
આર્થિક સર્વેમાં રવિવારે રજુ બજેટની ઝાંખી પણ દર્શાવાઈ છે. ખાસ કરીને મોદી સરકાર ઈન્ફ્રાસ્ટ્રકચર ખર્ચ વધારીને નાણાકીય શિસ્ત જાળવી રાખવા સાથે આયાત જકાત ઘટાડીને તથા નિયમો સરળ બનાવીને વિદેશી કંપનીઓ તથા ઉત્પાદકોને એક સંકેત મોકલશે. દુનિયામાં સૌની નજર ભારતના અર્થતંત્ર પર છે તેથી સરકારી ખર્ચ વધારીને અર્થતંત્રને નવો બુસ્ટર ડોઝ આપશે.
ઈકોનોમિક સર્વે બજેટના એક દિવસ પહેલા રજૂ કરવામાં આવે છે. જેમાં દેશના ય્ડ્ઢઁનો અંદાજ અને મોંઘવારી સહિત અનેક જાણકારીઓ હોય છે. આ દેશની આર્થિક સ્થિતિની વિગતવાર માહિતી હોય છે.
આ અગાઉ છેલ્લા ઈકોનોમિક સર્વે (૨૦૨૫-૨૦૨૬)માં ઈકોનોમી ૬.૩ ટકાથી ૬.૮ ટકાની ઝડપે વધવાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. સર્વેમાં કહેવામાં આવ્યું હતું કે ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવા માટે આગામી એકથી બે દાયકા સુધી ૮ ટકાના દરે આર્થિક વિકાસ કરવો પડશે. ઈકોનોમિક સર્વે દેશની અર્થવ્યવસ્થાનું ર્વાષિક રિપોર્ટ કાર્ડ હોય છે. આમાં છેલ્લા ૧ વર્ષમાં દેશની આર્થિક સ્થિતિનો પૂરો હિસાબ-કિતાબ હોય છે.