પાંચ રાજયોમાં કોની સરકાર બનશે ? આજે સાંજે એક્ઝિટ પોલ

પાંચ રાજયોમાં કોની સરકાર બનશે ? આજે સાંજે એક્ઝિટ પોલ

નવી દિલ્હી,તા.29:
દેશમાં રાજકીય ગરમી આ દિવસોમાં ચરમસીમાએ પહોંચી ગઈ છે. પાંચ રાજ્યો પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે પરંતુ તે પહેલાં આજે એક્ઝિટ પોલ જાહેર થશે. 2026 પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે મતદાનનો બીજો અને અંતિમ તબક્કો આજે સાંજે પૂર્ણ થશે, ત્યારે બધાની નજર એક્ઝિટ પોલની આગાહીઓ પર રહેશે. નિયમો અનુસાર, ચૂંટણી પંચ દ્વારા બંગાળમાં મતદાનનો બીજો તબક્કો પૂર્ણ થયાની સત્તાવાર જાહેરાત કર્યા પછી જ એક્ઝિટ પોલ ડેટા જાહેર કરી શકાય છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજે મતદાન પૂર્ણ થતાં જ, એક્ઝિટ પોલ શરૂ થશે. ઇન્ડિયા ટીવી આજે સાંજે 6:30 વાગ્યાથી એક્ઝિટ પોલનું પ્રસારણ કરશે. આ મતદાનમાં પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીઓ તેમજ તમિલનાડુ, કેરળ, પુડુચેરી અને આસામ માટે એક્ઝિટ પોલ દર્શાવવામાં આવશે.
ફક્ત એક્ઝિટ પોલ ડેટાના આધારે જ ચોક્કસ અંદાજ લગાવી શકાય છે કે આ વખતે પશ્ચિમ બંગાળમાં કોણ સરકાર બનાવશે. વધુમાં, તમિલનાડુ, આસામ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી માટે સંભવિત પરિણામોની આગાહીઓ રજૂ કરવામાં આવશે. ઇન્ડિયા ટીવીનો એક્ઝિટ પોલ ડેટા ચૂંટણી પરિણામો જાહેર થાય તે પહેલાં જ સ્પષ્ટ ચિત્ર પ્રદાન કરશે. જાેકે, એકઝીટ પોલ ફક્ત અંદાજિત આંકડા છે.