યોગી આદિત્યનાથના માતા સાવિત્રી દેવીનું નિધન
(એજન્સી) નવી દિલ્હી તા.૨૦
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના માતા સાવિત્રી દેવીનું આજ તા.૨૦ નવેમ્બર ૨૦૨૬ના રોજ ૯૧ વર્ષની વયે નિધન થયું છે. તેમણે ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાના યમકેશ્વર બ્લોક હેઠળના પંચૂર ગામમાં આવેલા પોતાના પૈતૃક નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને ઉંમર સંબંધિત બીમારીઓને કારણે તેમનું અવસાન થયું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. યોગી આદિત્યનાથના ભાઈ મહેન્દ્રસિંહે આ સમાચારની પુષ્ટિ કરી છે. તેમના પતિ આનંદ સિંહ બિષ્ટનું ૨૦૨૦માં નિધન થયું હતું.


