તુલસી વિવાહના પાવન અવસરે જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે મહિલા કર્મચારીઓને તુલસીના રોપાનું વિતરણ કરતા સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકર
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર૧
શાસ્ત્રોક્ત અને આધ્યાત્મિક દ્રષ્ટિએ તુલસીનું અનન્ય મહત્વ રહેલું છે. આયુર્વેદિક દ્રષ્ટિકોણથી પણ શ્રેષ્ઠતમ ઔષધિય ગુણો ધરાવતો તુલસીનો છોડ અનેક રોગોમાંથી મુક્તિ અપાવે છે. સનાતન પરંપરા અનુસાર ઘર આંગણે તુલસીનો છોડ વાવવો એ આધ્યાત્મિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અત્યંત મહત્વની બાબત છે.
આ પાવન પરંપરાને આગળ ધપાવતા, તુલસી વિવાહના શુભ અવસરે જૂનાગઢ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન પલ્લવીબેન ઠાકર દ્વારા તેમની કચેરી ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચેરપર્સન પલ્લવીબેન ઠાકરના હસ્તે જનસંપર્ક અધિકારી નીતુબેન વ્યાસ તથા યુ.સી.ડી. વિભાગના મહિલા કર્મચારીઓને તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તુલસીના રોપા અર્પણ કરીને સૌના શ્રેષ્ઠ આરોગ્ય અને દીર્ઘાયુ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.આ તકે નાયબ કમિશનર કેતન સી. વાઘેલા,ચીફ ઓડિટર આર.આર. રાવલીયા તથા મહાનગર પાલિકા,જૂનાગઢના મહિલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


