ભારતની શાનદાર જીતનો જૂનાગઢમાં જશ્ન : ફટાકડાની આતશબાજી સાથે ‘ચક દે ઈન્ડીયા’નાં નારા ગુંજી ઉઠયા

ભારતની શાનદાર જીતનો જૂનાગઢમાં જશ્ન : ફટાકડાની આતશબાજી સાથે ‘ચક દે ઈન્ડીયા’નાં નારા ગુંજી ઉઠયા

જૂનાગઢ તા. ૯
જૂનાગઢ શહેરમાં ગઈકાલે ટી-ર૦ વર્લ્ડકપમાં ભારતની ટીમે જે વિજય હાંસલ કર્યો હતો તેના વધામણા કરવામાં આવ્યા હતા અને ઠેરઠેર ફટકાડાઓની આતશબાજી કરવામાં આવી હતી. ભારત અને શ્રીલંકાનાં સંયુકત ઉપક્રમે ટી-ર૦ વલ્ડ કપનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ગઈકાલે ભારતે ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડને ૯૬ રને હરાવી વિજય થયા હતાં. ગઈકાલે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ૧.રપ લાખ ક્રિકેટ રસીકોએ મેચ માણ્યો હતો. આ તકે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ પણ ખાસ ઉપસ્થિત રહયા હતાં. મેચ અગાઉ સેરીમની પણ યોજવામાં આવી હતી. દરમ્યાન ગઈકાલે ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર વિજય પ્રાપ્ત કરતા તેનો જશ્ન સમગ્ર દેશમાં મનાવવામાં આવ્યો હતો. 

ગુજરાતનાં તમામ શહેરોની માફક જૂનાગઢમાં પણ લોકોએ ભારતીય ટીમની જીતને ઉમળકાથી વધાવી હતી. એક તકે તો જૂનાગઢ શહેરનાં જુદા જુદા વિસ્તારમાં લોકો રસ્તા ઉપર આવી ગયા હતાં. હર્ષોનાદ જીતની ખુશાલી, ફટકાડાની આતશબાજી કરવામાં આવી હતી. જૂનાગઢનાં ઐતિહાસીક ઝાંસીની રાણી સર્કલ ખાતે વિજયોત્સવનો અદભુત નજારો જાેવા મળ્યો હતો. અહીં ભાજપનાં હોદેદારો તેમજ  મોટી સંખ્યામાં શહેરનાં નગરજનો એકઠા થયા હતાં. ઢોલ-નગારાનાં તાલે લોકો જુમી ઉઠયા હતાં. શહેરનાં તમામ મોટાભાગનાં વિસ્તારોમાં લોકોએ જીતનાં જશ્નને મનાવ્યો હતો. એટલું જ નહી ફટાકડા ફોડીને આતશબાજી કરવામાં આવી હતી. નાના બાળકોથી લઈને વડીલો સુધીનાં તમામ લોકો ભારતની આ શાનદાર સફળતાને વધાવી હતી. અને એક તકે તો ‘ચક દે ઈન્ડીયા’ના નારા પણ ગુંજી ઉઠયા હતાં.