ગતરાત્રે વડાપ્રધાન મોદીએ વધુ એક વિડીયો સંદેશો જારી કર્યો : પેપર

લીકથી તમામ રાજ્યો પરેશાન : કડક પગલા લઈ રહ્યા છીએ

ગતરાત્રે વડાપ્રધાન મોદીએ વધુ એક વિડીયો સંદેશો જારી કર્યો : પેપર

(એજન્સી)    નવી દિલ્હી તા.૩૧: 
બંને ગૃહોમાં પેપર લીક સંબંધિત સુધારા બિલ પસાર થયા પછી, ગત રાત્રે ૧૦:૪૦ વાગ્યે પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમણે કહ્યું- ઘણા દાયકાઓથી દરેક રાજ્ય અને કેન્દ્ર સરકાર આ પ્રકારની પેપર લીકની સમસ્યાનો સામનો કરી રહી છે. બાળકોના ભવિષ્ય પર પણ આના કારણે સંકટ ઊભું થઈ રહ્યું છે. આ બધાને ધ્યાનમાં રાખીને દેશવ્યાપી, બધા રાજ્યોમાં પણ અને કેન્દ્રમાં પણ શિક્ષણ પદ્ધતિમાં સુધારા અનિવાર્ય બન્યા છે, ટેકનોલોજીના ભરપૂર ઉપયોગની આવશ્યકતા ઊભી થઈ છે. વડાપ્રધાને કહ્યું કે, ભારત સરકાર દ્વારા દેશની પરીક્ષા પ્રણાલીને વધુ સુદ્રઢ અને ભરોસાપાત્ર બનાવવા માટે કાયદાકીય સ્તરે એક મોટી ક્રાંતિ લાવવામાં આવી છે. ઐતિહાસિક અવસર પર વડાપ્રધાને દેશવાસીઓને સંબોધિત કરતા જણાવ્યું કે, સંસદે એક એવો મહત્વપૂર્ણ ખરડો પસાર કર્યો છે જે આપણી સમગ્ર પરીક્ષા પદ્ધતિને વધુ મજબૂત અને પારદર્શક બનાવશે.
વડાપ્રધાને પોતાના સંદેશમાં સ્પષ્ટ કર્યું કે સરકાર લાંબા સમય સુધી આવી અરાજક પરિસ્થિતિઓને ચાલવા દઈ શકે નહીં, તેથી કાયદાકીય માળખાને તદ્દન બદલી નાખવામાં આવ્યું છે.