જાપાન પોતાની ૧૦૦૦ કિમીની રેન્જ ધરાવતી મિસાઇલનું ભારતમાં પરીક્ષણ કરશે

જાપાન પોતાની ૧૦૦૦ કિમીની રેન્જ ધરાવતી મિસાઇલનું ભારતમાં પરીક્ષણ કરશે

નવી દિલ્હી / ટોક્યો તા.૨૦
ભારત અને જાપાન વચ્ચે સંરક્ષણ સહયોગમાં મોટું પગલું લેવામાં આવ્યું છે. જાપાનની સેના આવતા વર્ષથી પોતાની લાંબા અંતરની મિસાઇલોનું પરીક્ષણ ભારતની ફાયરિંગ રેન્જમાં કરી શકશે. ગુરુવારે બંને દેશો વચ્ચે ટોક્યોમાં યોજાયેલી મંત્રિસ્તરીય વાટાઘાટોમાં આ અંગે સંમતિ બની છે.જાપાન ખાસ કરીને લગભગ ૧૦૦૦ કિલોમીટર સુધીની મારક ક્ષમતા ધરાવતી ટાઇપ-૨૫ એન્ટી-શિપ મિસાઇલ અને નાના એટેક ડ્રોનનું પરીક્ષણ કરવા માંગે છે, પરંતુ જાપાન પાસે પરીક્ષણ માટે આટલી લાંબી રેન્જ ધરાવતી ખાલી જગ્યા નથી. જાપાનના સંરક્ષણ મંત્રી શિંજિરો કોઈઝુમીએ કહ્યું- અમે આ વાત પર સહમત થયા છીએ કે, આવતા વર્ષે જાપાનની સેલ્ફ ડિફેન્સ ફોર્સ પહેલીવાર ભારતની ફાયરિંગ રેન્જનો ઉપયોગ કરશે.