અમેરીકા દ્વારા યુધ્ધની તૈયારી ? તમામ લશ્કરી અધિકારીઓને એકત્ર થવા આદેશ

અમેરીકા દ્વારા યુધ્ધની તૈયારી ? તમામ લશ્કરી અધિકારીઓને એકત્ર થવા આદેશ
THE COURIER MAIL

(એજન્સી)          વોશિંગ્ટન તા.ર૬:
અમેરિકા યુદ્ધ કરવા જઈ રહ્યું છે ? રક્ષા મંત્રીએ લશ્કરની ઇમર્જન્સી બેઠક બોલાવામાં આવી છે. નોબેલ એવોર્ડ મેળવવા માટે અત્યાર સુધીમાં આઠ યુદ્ધ રોક્યાનો ટ્રમ્પે દાવો કર્યો છે ત્યારે હવે ખુદ અમેરિકા યુદ્ધ તરફ જઈ રહ્યાના સંકેતો મળી રહ્યા છે.
પેન્ટાગોનના પ્રવક્તાએ કહ્યું કે અમેરિકી લશ્કરમાં ઘણું અસામાન્ય થઈ રહ્યું છે અમે યુદ્ધ તરફ જઈ રહ્યા છીએ. 
રક્ષા મંત્રી પીટ હેગસેથે સેંકડો અમેરિકી જનરલો અને એડમીરલોને આવતા અઠવાડિયે વજિર્નિયા ખાતે મરીન કોર્પ્સ બેઝ ઉપર ઝડપભેર એકત્ર થવાનો આદેશ આપ્યો છે.