કારતક માસ શનિવાર-એકાદશી ‘તુલસી વિવાહ’ નિમિત્તે દાદાને ભવ્ય શણગાર અને વિવિધ મીઠાઈઓનો અન્નકૂટ ધરાવાયો

કારતક માસ શનિવાર-એકાદશી ‘તુલસી વિવાહ’ નિમિત્તે દાદાને ભવ્ય શણગાર અને વિવિધ મીઠાઈઓનો અન્નકૂટ ધરાવાયો

(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.ર૧
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશ દાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી એકાદશી ‘તુલસી વિવાહ’ નિમિતે તા.૨૧-૧૧-૨૦૨૬ને શનિવાર વારના રોજ  દાદાને ભવ્ય શણગાર કરાયો હતો. ગર્ભગૃહમાં  મોરપીંછની કમાન, વાદળી અને સફેદ રંગના ઓકિર્ડ પુષ્પો વડે તોરણો, કમળની આકૃતિ, વાંસળી વગાડતા શ્રીકૃષ્ણની કલાકૃતિ અને લીલા પાંદડાવાળા તુલસીના છોડના પ્રતીક સાથે શણગારવામાં આવ્યો હતો. દાદાને લીલા અને લાલ રંગના ભરતકામવાળા વસ્ત્રો, મોતી અને પાઘડી, કમળ તથા લીલા માળાઓથી સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા. વિવિધ મીઠાઈઓનો ભવ્ય અન્નકૂટ ધરાવામાં આવ્યો હતો. સવારે મંગળા આરતી ૫:૩૦ કલાકે પૂજારી સ્વામી દ્વારા એવં સવારે ૭ કલાકે શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી દ્વારા કરવામાં આવી હતી. આ દર્શન અનેક ભક્તોએ લાભ લઈ ધન્યતાનો  અનુભવ કર્યો હતો.