જૂનાગઢની સિવિલ હોસ્પિટલની આરોગ્ય ક્ષેત્રે વધુ એક સિધ્ધી : રાજ્ય કક્ષાએ બે પ્રતિષ્ઠીત એવોર્ડથી સન્માનીત

જૂનાગઢની સિવિલ હોસ્પિટલની આરોગ્ય ક્ષેત્રે વધુ એક સિધ્ધી : રાજ્ય કક્ષાએ બે પ્રતિષ્ઠીત એવોર્ડથી સન્માનીત

જૂનાગઢ તા.ર૧
જૂનાગઢ જીલ્લાની જીએમઈઆરએસ જનરલ હોસ્પિટલ દ્વારા અહીં આવનારા દર્દીઓને ઉત્કૃષ્ટ આરોગ્ય સેવા પુરી પાડવામાં આવી રહી છે. ગંભીર બિમારી, જટિલમાં જટિલ કેસોની પણ સફળ આરોગ્ય સેવા તેમજ રેર કેસમાં પણ જાેઈતી તબીબી સારવાર પુરી પાડવાનો કિર્તી સ્તંભ જનરલ હોસ્પિટલ જૂનાગઢએ સ્થાપિત કરેલ છે. જૂનાગઢ જીલ્લો ઉપરાંત આસપાસના લાગુ પડતા જીલ્લાઓના દર્દીઓ તેમજ માર્ગ અકસ્માતના કેસોમાં પણ ઈમરજન્સી સારવાર પુરી પાડી અને દર્દીઓને સ્વસ્થ બનાવવામાં નિમિત બનેલી આ હોસ્પિટલમાં નિષ્ણાંત ડોક્ટરોની સેવા તેમજ દર્દીઓને વધુને વધુ સારી આરોગ્ય સેવા પ્રાપ્ત થાય તે માટેના સફળ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલની આરોગ્ય સેવા ક્ષેત્રે વધુ એક સિધ્ધી પ્રાપ્ત થઈ છે અને રાજય કક્ષાએ બે પ્રતિષ્ઠીત એવોર્ડથી સન્માનીત કરવામાં આવતા અભિનંદનની વર્ષા કરવામાં આવી રહી છે.
જનસેવા એ જ પ્રભુસેવાના મંત્રને સાર્થક કરતી જી.એમ.ઇ.આર.એસ. જનરલ હોસ્પિટલ, જૂનાગઢને રાજ્ય કક્ષાના AB PM-JAY (આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) અને ABDM (આયુષ્માન ભારત ડિજિટલ મિશન) એવોર્ડ સમારોહમાં એક સાથે બે પ્રતિષ્ઠિત એવોર્ડથી નવાજવામાં આવી છે. આ ભવ્ય સમારોહમાં રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો તથા આરોગ્ય કમિશ્નર (શહેરી) સંધ્યા ભુલ્લરના વરદ હસ્તે આ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું. હોસ્પિટલ વતી મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટે આ બંને ગૌરવપૂર્ણ એવોર્ડ સ્વીકાર્યા હતા.
સરકારી હોસ્પિટલ પ્રત્યે સામાન્ય નાગરિકોનો વિશ્વાસ વધુ દ્રઢ બને તે દિશામાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલના તબીબો, ર્નસિંગ સ્ટાફ અને તમામ કર્મચારીઓ રાત-દિવસ જોયા વિના ફરજ બજાવી રહ્યા છે. ગરીબ અને મધ્યમ વર્ગના હજારો દર્દીઓને સમયસર, નિ:શુલ્ક અને ડિજિટલ માધ્યમથી પારદર્શક સારવાર પૂરી પાડવાની હોસ્પિટલની અથાગ મહેનત આજે રાજ્ય સ્તરે ચમકી ઊઠી છે. આ એવોર્ડ માત્ર કાગળનું પ્રમાણપત્ર કે ટ્રોફી નથી, પરંતુ એ દરેક દર્દીના ચહેરા પર આવેલા સ્મિત અને સ્વસ્થ થઈને ઘરે પરત ફરેલા પરિવારોના આશીર્વાદનું પરિણામ છે. સમગ્ર મેડિકલ ટીમના સંઘર્ષ અને સમર્પણે સમગ્ર રાજ્યમાં જૂનાગઢનું નામ રોશન કર્યું છે.