વિકસિત ભારત ચેલેન્જ ટ્રેકમાં વેટરનરી કોલેજ, કામધેનુ યુનિવર્સિટી જૂનાગઢના વિદ્યાર્થી ધવલ બાવળિયાની ઝળહળતી સિદ્ધિ

વિકસિત ભારત ચેલેન્જ ટ્રેકમાં વેટરનરી કોલેજ, કામધેનુ યુનિવર્સિટી જૂનાગઢના વિદ્યાર્થી ધવલ બાવળિયાની ઝળહળતી સિદ્ધિ

જૂનાગઢ તા.૨૧
કામધેનુ યુનિવર્સિટી સંલગ્ન પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જૂનાગઢમા અભ્યાસ કરતા પ્રતિભાશાળી વિદ્યાથીર્શ્રી ધવલ બાવળિયાએ સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાએ આયોજિત‘વિકસિત ભારત ચેલેન્જ ટ્રેક’ (Viksit Bha®a Challenge Track)સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીનેદ્વિતીય સ્થાનપ્રાપ્ત કર્યું છે. તેમની આ નોંધપાત્ર સિદ્ધિથી મહાવિદ્યાલય તથા કામધેનુ યુનિવર્સિટીના ગૌરવમાં વધારો થયો છે.
વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા, તેમની સર્જનાત્મકતા, નેતૃત્વક્ષમતા, નવીન વિચારો અને રાષ્ટ્રના વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે આવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ યુવાનોને પોતાના વિચારો રજૂ કરવા, રાષ્ટ્રીય વિકાસના વિવિધ પાસાઓ અંગે ચિંતન કરવા તથા વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે પ્રેરિત કરે છે.
આ સ્પર્ધામાં ધવલ બાવળિયાએ પોતાની પ્રતિભા, આત્મવિશ્વાસ, સકારાત્મક અભિગમ અને વિચારશક્તિનો પરિચય આપી જિલ્લા કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમની આ સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે.
આ સિદ્ધિ મેળવવા બદલ મહાવિદ્યાલયનાઆચાર્ય ડૉ. એમ. ડી. ઓડેદરાએ શ્રી ધવલ બાવળિયાને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ શૈક્ષણિક અભ્યાસની સાથે રાષ્ટ્રીય સ્તરના અભિયાનો, વ્યક્તિત્વ વિકાસ, સામાજિક જવાબદારી અને નેતૃત્વલક્ષી પ્રવૃત્તિઓમાં પણ ઉત્સાહપૂર્વક ભાગ લેવો જાેઈએ. આવી સિદ્ધિઓ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની સાથે સંસ્થાની પ્રતિષ્ઠામાં પણ વધારો કરે છે. તેમણે ધવલ બાવળિયાની સિદ્ધિને બિરદાવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
ધવલ બાવળિયાને આ સ્પર્ધા માટેમાર્ગદર્શક તરીકે મહાવિદ્યાલયના એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર અને સિનિયર આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. એસ. વી. માવદિયાનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. ડૉ. માવદિયાએ આ સિદ્ધિ બદલ આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “આજનો યુવાન માત્ર દેશનું ભવિષ્ય જ નથી, પરંતુ વિકસિત ભારતના નિર્માણનો સક્રિય ભાગીદાર પણ છે. વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મક શક્તિ, નેતૃત્વક્ષમતા અને રાષ્ટ્રપ્રેમને યોગ્ય દિશા અને માર્ગદર્શન મળે તો તેઓ રાષ્ટ્રીય વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપી શકે છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સેવા યોજના (NSS) દ્વારા વિદ્યાર્થીઓમાં સામાજિક જવાબદારી, શિસ્ત, સેવાભાવ, નેતૃત્વ અને રાષ્ટ્રનિર્માણના મૂલ્યો વિકસાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે. ધવલ બાવળિયાની આ સફળતા અન્ય વિદ્યાર્થીઓને પણ આવી રચનાત્મક અને રાષ્ટ્રહિતલક્ષી પ્રવૃત્તિઓમાં જાેડાવા માટે પ્રોત્સાહિત કરશે. આ પ્રસંગે મહાવિદ્યાલયના શિક્ષકગણ, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓએ પણ ધવલ બાવળિયાને અભિનંદન પાઠવી ભવિષ્યમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ વધુ સિદ્ધિઓ પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
ધવલ બાવળિયાની આ સિદ્ધિ એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે યોગ્ય માર્ગદર્શન, દૃઢ સંકલ્પ અને સતત પ્રયત્નોથી યુવાનો વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.