મતદારયાદી વિશેષ સુધારણા- SIR અંતર્ગત જુનાગઢ શહેર ભાજપના આગેવાનો બુથ સ્તરે જનસંપર્કમાં જોડાયા
જૂનાગઢ તા.ર૪
મતદાર યાદી વિશે સુધારણા કાર્યક્રમમાં ભાજપ અગ્રણીઓને એસઆઈઆર વિશે ડ્રાઇવ અવન્ય બુથ ની જવાબદારી સોંપાઈ છે મતદાતા યાદી વિશે સુધારણા કાર્યક્રમ એ ભારતના ચૂંટણીપંચ દ્વારા સમયાંતરે હાથ ધરવામાં આવતો એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે તેના મુખ્ય હેતુ મતદાર યાદીને ચોક્કસ અધ્યતન અને ભુલમુક્ત બનાવવાનો છે ત્યારે હાલ ચુંટણી પંચ દ્વારા સમગ્ર ગુજરાતમાં મતદારયાદી વિશેષ સુધારણા- SIR ની કામગીરી ચાલી રહી છે જે અંતર્ગત ચુંટણી પંચ દ્વારા તા.૨૩ નવેમ્બર રવિવારના રોજ SIR માટે બુથ સ્તરે રાજ્યવ્યાપી વિશેષ ડ્રાઈવ યોજાઇ હતી જેના ઉપલક્ષ્યમાં શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને ચુંટાયેલ પાંખ તેમજ કાર્યકર્તાઓ સોંપાયેલ બૂથ પર હાજર રહી જનસંપર્ક કરી આ ડ્રાઈવના દિવસે લોકતંત્રને મજબૂત કરવામાં અતિ મહત્વ SIR ના અનુસંધાનમાં મહત્તમ પરિણામલક્ષી કાર્ય થાય તે માટે કાર્યરત રહ્યા હતા.
જુનાગઢ મહાનગર નાં વિવિધ વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર નાં અધ્યક્ષ ગૌરવભાઇ રૂપારેલિયા મહામંત્રી વીનુભાઇ ચાંદેગ્રા, મેયર ધર્મેશભાઈ પોશીયા, ધારાસભ્ય સંજયભાઇ કોરડીયા, બીએલઓ - ૧, હરેશભાઈ પરસાણા, ઇન્ચાર્જ યોગીભાઇ પઢીયાર, સહ ઇન્ચાર્જ પ્રવિણભાઇ વાઘેલા, રવીભાઇ વીકાણી, પુર્વ અધ્યક્ષ પુનિતભાઇ શર્મા ડેપ્યુટી મેયર આકાશ કટારા, સાશકપક્ષનાં નેતા મનન અભાણી, પુર્વ સાશકપક્ષના નેતા કીરીટભાઇ ભીંભા, પુર્વ મહામંત્રી કીરણભાઇ પુરોહીત, મહાનગરપાલિકા અને સંગઠનના ભાજપના પદાધિકારીઓ તથા બુથ સ્તર સુધીના કાર્યકર્તા સુધીનું સમગ્ર સંગઠન આ અભિયાનમાં જોડાયેલ હતા અને ડોર ટુ ડોર જઈ ફોર્મ ભરવા માટે જનતા ને અપીલ કરેલ હતી. SIR નાં ફોર્મ ભરવા તથા મતદારયાદી માંથી નામ ગોતી સાથે સાથે મતદારોને યોગ્ય માર્ગદર્શન આપી જુનાગઢ મહાનગર ખાતે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પદાધિકારીઓ અને કાર્યકરો એ જહેમત ઉઠાવી સરકાર દ્વારા નિમાયેલા બીએલઓ ને મદદરૂપ બની જુનાગઢ મહાનગરમાં SIRનુ કામ બાકી નાં રહે તેવી તકેદારી રાખી આ મહત્વપૂર્ણ કામગીરી પુર્ણ કરવામાં આવી હતી તેમ મિડિયા વિભાગ નાં સંજય પંડ્યા ની યાદી જણાવે છે.


