જૂનાગઢમાં નવરાત્રી મહોત્સવની ઉમંગભેર ઉજવણી

જૂનાગઢમાં નવરાત્રી મહોત્સવની ઉમંગભેર ઉજવણી
જૂનાગઢમાં નવરાત્રી મહોત્સવની ઉમંગભેર ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.24
જૂનાગઢમાં નવરાત્રી મહોત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રાચીન-અર્વાચીન રાસ-ગરબાની અનેરી જમાવટ થઈ છે. લોકો નવરાત્રી પર્વને ઉત્સાહભેર મનાવી રહ્યા છે. શક્તિની આરાધનાના પર્વ એવા આસો માસની નવરાત્રીનો તા.22 સપ્ટેમ્બર સોમવારથી પ્રારંભ થયો છે. આજે ત્રીજું નોરતું છે. નવરાત્રીના પ્રારંભ સાથે વિવિધ માતાજી સ્વરૂપે બિરાજતા માતાજીના મંદિરોમાં પૂજન, આરતી, હોમ, હવન, અનુષ્ઠાન સહિતના કાર્યક્રમો ભકિતભાવ પૂર્વક કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ માતાજીના નવલા નોરતાની ઉજણી અંતર્ગત  જૂનાગઢ શહેરમાં આવેલ વિવિધ ગરબી મંડળો દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણીનું દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરેલ હોય બાળાઓના રાસ યોજાઈ રહ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોની પ્રખ્યાત ગરબીઓ અને ત્યાં બાળાઓના રાસ-ગરબા નિહાળવા લોકો ઉમટી પડેછે. શકિતની આરાધનાના પર્વ એવા નવરાત્રીની ઉજવણી અંતર્ગત ગરબી મંડળો દ્વારા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન સાથે નવલા નોરતાની ઉજવણી ભારે ભકિતભાવ પૂર્વક કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વિવિધ જ્ઞાતિ, સમાજાે દ્વારા પણ આધુનિક દાંડીયા રાસના કાર્યક્રમો પાર્ટી પ્લોટમાં યોજવામાં આવી રહ્યા છે અને વિવિધ પાર્ટી પ્લોટમાં પણ નવરાત્રીની ઉજવણી અંતર્ગત રાસોત્સ્વ ઉમંગભેર યોજાઈ રહ્યો છે. ગઈકાલે મંગળવારે જૂનાગઢ શહેર અને જીલ્લાભરમાં યોજાયેલા નવરાત્રી મહોત્સવની ઉજવણી ખુબ જ ઉમંગભેર થઈ રહી છે. જેમ જેમ દિવસો જતા થશે તેમ તેમ અનેરી રંગત નવરાત્રી મહોત્સવની રહેશે. નવરાત્રી મહોત્સવની ઉજવણીમાં જાણીતા કલાકારો દ્વારા ગવાતા માતાજીના રાસ, દુહા, છંદની રમઝટ વચ્ચે નવરાત્રી પર્વ ઉમંગભેર ઉજવાઈ રહેલ છે.        (તસ્વીર : મયુર જાડેજા)