માંગરોળમાં મોડી રાત્રે હજારો પોલીસ ફોર્સના બંદોબસ્ત સાથે મંદિર મજાર જમીન દોસ્ત કરી નાખ્યા.
માંગરોળ તા. 15/09/2025
જુનાગઢ જિલ્લાના માંગરોળમાં રવિવારની રાત્રી દર્દનાક હતી. માંગરોળના પોરબંદર-વેરાવળ બાયપાસ રોડ પર એક મંદિર અને મજારને શહિદ કરી નાંખવામાં આવી. વર્ષો જૂની મજાર અને મંદિરને તંત્ર દ્વારા હજારો પોલીસ ફોર્સનો બંદોબસ્ત ગોઠવી, મોડી, રાત્રે જમીન દોસ્ત કરી નાખ્યા. છેલ્લા એક વર્ષથી વિવાદમાં ચાલતા માંગરોળ બાયપાસ કામનાથ ચોકડી નજીક આવેલ હઝરત કાસીમઅલી બુખારી ની દરગાહ અને કેશોદ ચોકડી નજીક આવેલ મામદેવ ના મંદિરને આજે તંત્ર દ્વારા ડેમોલેશન કરી જમીન દોસ્ત કરી નાખ્યા હતા. રવિવારની સાંજથી જ માંગરોળ બાયપાસ પર પોલીસ ની ગતિવિધિ વધી હતી. અને મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ ગોઠવવામાં આવી હતી. લોકોને દરગાહ અને મંદિરના ડેમોલેશન ની ભનક લાગી જતા શ્રદ્ધાળુઓની દરગાહ પર કતારો લાગી હતી. અને આખરી સલામ આપવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મુસ્લિમ સમાજના મોટા ભાગના આગેવાનો ને નજરકેદ કરવામાં આવ્યાં હતાં. પાલિકા ઉપપ્રમુખ સૈયદ અબ્દુલ્લાહ મિયા દરગાહ પર જઈ લોકોને સમજાવટ કરી હટાવ્યા હતા. શહેરમાં ચારે બાજુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી ડ્રોન કેમરે દ્વારા ચાપતી નજર રાખવામાં આવી હતી. આખરે મોડી રાત્રે તંત્ર દ્વારા બુલ્ડોઝર ચલાવી કાસીમઅલી બુખારીની દરગાહ અને મામદેવ મંદિરને જમીન દોસ્ત કરી નાખ્યા હતા. મજાર અને મંદિર તૂટ્યા ….તેની સાથે દિલ પણ તૂટ્યા… અને નિરાધાર શ્રધ્ધાળુઓની શ્રદ્ધા પણ કાટમાળ હેઠળ દબાઈ ગઈ. હાઈવે ઓથોરિટી અને તંત્રની કાનૂની કાર્યવાહીથી બંને સમુદાયના શ્રધ્ધાળુઓ આઘાતની લાગણી અનુભવી રહ્યો છે.


